રાજ્ય સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસ, કૃષિ-આરોગ્ય મુદ્દે ચિંતન

રાજ્ય સરકારની ચિંતન શિબિરનો વડોદરા ખાતે આજે બીજો દિવસ છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મંત્રીઓ અને અધિકારીઓમ ભાગ લેશે. આજના દિવસની બેઠકના પ્રથમ ચરણમાં ખેડૂતોના મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવશે.

હાલ રાજ્યભરમાં ખેડૂતો જ્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે કૃષિમંત્રી આર.સી.ફળદૂના અધ્યક્ષ સ્થાને ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. જેમાં ઓપોર્ચયુનિટીઝઈન એગ્રીકલ્ચર અંતર્ગ ચર્ચા થશે. ચિંતન શિબિરની આજની આ બેઠકમાં IIM અમદાવાદના સુખપાલશસહ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

આમા ચેલેન્જિસ ઈન રૂપલ એડમિનિટ્રેશન મુદ્દે કૈલાશનાથનના અધ્યક્ષસ્થાને ચર્ચા કરાશે.  જ્યારે અમરજીત સિંહ આ મુદ્દે અધિકારીઓ અને નેતાઓને માર્ગદર્શન આપશે. બીજા દિવસે બપોર બાદ નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આરોગ્યના મુદ્દાઓને લઈને ચિંતન કરાશે. જેમાં ચેલેન્જિસ ઈન પબ્લિક હેલ્થ સહિત આરોગ્યલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

ઉલ્લેખનીય છે કે વડોદરા ખાતે રાજ્ય સરકારની ચિંતન શિબિરનું આયોજન કરવામા આવ્યું છે. મુખ્યમંત્રી અને કેબિનેટની હાજરીમાં આ શિબિર યોજાઈ છે. પ્રથમ દિવસે રાજ્યના મુખ્ય સચિવો સાથે અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. પહેલા દિવસે આ શિબિરમાં વહીવટી પડકારો, ખેતી, આરોગ્યના મુદ્દા, માતા આરોગ્ય, બાળ મૃત્યુદર જેવા સળગતા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મહત્વની વાત છે કે રાજ્યમાં હાલ સસ્તા શિક્ષણને લઈને વાલીઓ ઉગ્ર બન્યા છે ત્યારે આ મુદ્દાની કોઈ ચર્ચા કરવામાં આવી ન હોતી. બેફામ બનેલા શિક્ષણ માફિયા અંગે કોઈ પણ ચર્ચા થઈ હતી નહીં. રાજ્યમાં બેરોજગારી સૌથી મહત્વનો મુદ્દો છે. કોન્ટ્રાકટ સિસ્ટમ દ્વારા કરોડો યુવાનોનું શોષણ થઈ રહ્યું છે.

પરંતુ યુવા ગુજરાતનું શોષણ અટકાવવા અંગે પણ કોઈ ચર્ચા કરવામાં આવી ન હોતી. તો છેલ્લાં કેટલાંક સમયથી ગ્રામીણ ગુજરાત પણ નિસહાય બન્યું છે. ત્યારે શહેરની સાથે ગામડાના આંતરિક વિકાસની પણ ચર્ચા થવી જોઈએ. નાના શહેરોમાં હાલ ઉદ્યોગો અને રોજગારીની ખાસ જરૂરિયાત છે. ત્યારે શિબિરમાં નાના શહેર ટકી રહે અને રોજગારી મળી રહે તેની પણ ચર્ચા થાય એ સવાલ ઉભો થયો છે.

You might also like