સહારાની 10 પ્રોપર્ટીને નીલામ કરશે sebi, વસૂલશે 1200 કરોડ

મુંબઇઃ બજાર નિયામક સેબી આગામી મહિને સહારા ઇન્ડિયા રીયલ એસ્ટેટ લિમિટેડની 10 સંપત્તિઓની હરાજી કરવા જઇ રહી છે. આ દસ સંપત્તિઓની કિંમત લગભગ 12,000 કરોડ રૂપિયા લગાવવામાં આવી છે. સેબી આ હરાજી સહારા દ્વારા ગેર કાયદેસર સ્કીમ અંતર્ગત જે પૈસા  ભેગા કરવામાં આવેલા છે તેની વસૂલી માટે કરી રહી છે. સેબીએ સુબ્રોતો રોયની પ્રોપર્ટી નીલામ કરવા માટે સ્ટેટસ રિપોર્ટ બહાર પાડ્યો છે અને કોર્ટને જણાવ્યું છે કે ગ્રૂપની 67 પ્રોપર્ટી વેચાવા માટે તૈયાર છે.

આ પહેલાં સુપ્રીમ કોર્ટે 36,000 કરોડ રૂપિયા માટે સહારાની સંપત્તિને વેચવાની અનુમતી આપી હતી. સેબીની એક પબ્લિક નોટિસ પ્રમાણે સહારા ગ્રૂપની 5 સંપત્તિની હરાજી 4 જુલાઇએ કરવામાં આવશે. બાકીની સંપત્તિની 8 અને 9 જુલાઇના રોજ હરાજી કરવામાં આવશે. જે સંપત્તિની હરાજી થવા જઇ રહી છે તે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં છે.

 

You might also like