સેબી સહારાની 1200 કરોડની પ્રોપર્ટીની હરાજી કરશે

મુંબઇ : સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) આગામી અઠવાડીયે સહારા ઇન્ડિયા રિયલ એસ્ટેટ લિમિટેડની 10 પ્રોપર્ટીની હરાજી કરશે. આ 10 સંપત્તિની કુલ કિંમત આશરે 1200 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ હરાજીમાંથી મળનારા નાણાનો ઉપયોગ સેબી દ્વારા ગેરકાયદેસર રીતે મેળવાયેલા નાણાની રિકવરી કરવા માટે કરવામાં આવી રહી છે. સેબીએ એક જાહેર નોટિસ દ્વારા સહારા ગ્રુપની 5 પ્રોપર્ટીની હરાજી 4 જુલાઇનાં રોજ થશે.

અન્ય પ્રોપર્ટીની હરાજી 8-9 જુલાઇનાં રોજ હાથ ધરવામાં આવશે. જે પ્રોપર્ટીની હરાજી થવાની છે તેમાં છતીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત અને ઉતરપ્રદેશમાં છે. સેબીએ જણાવ્યું કે આ પ્રોપર્ટી માટે એવા લોકો જ બોલી લગાવી શકશે જેમનાં પર કોઇ આરોપો નથી લાગેલા. 67 વર્ષીય સુબ્રતો રોય 4 માર્ચ, 2014થી તિહાડમાં જેલવાસ ભોગવી રહ્યા છે. જો કે હાલમાં જ તેનાં માતાનું મૃત્યુ થવાનાં કારણે બેલ પર બહાર આવવા માટેની કોર્ટે પરવાનગી આપી હતી.

સહારા કંપનીએ રોકાણકારોનાં નાણા ડુબાડવા માટે બે ડાયરેક્ટર રવિશંકર દુબે અને અશોકરાય ચૌધરી પણ જેલવાસ ભોગવી રહ્યા છે. એચડીએફસી રિયલ્ટી 4 જુલાઇએ પાંચ પ્રોપર્ટીની ઇહરાજી કરશે. તેનાં માટે 722 કરોડ રૂપિયાની રિઝર્વ પ્રાઇસ રાખવામાં આવી છે. 2400 કરોડ રૂપિયાની કુલ 31 પ્રોપર્ટીની હરાજી હાથ ધરવામાં આવશે. એસબીઆઇ કેપ પણ 4100 કરોડ રૂપિયાની 30 અન્ય લેન્ડ પ્રોપર્ટીની હરાજી કરે તેવી શક્યતાઓ છે.

You might also like