સેબીએ સ્ટોક બ્રોકર્સના નિયમો વધુ સખત બનાવ્યા

મુંબઇ: શેરબજારનું નિયમન કરતી એજન્સી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ગેરકાયદે ટ્રેડિંગ કારોબાર રોકવા લાલ આંખ કરી છે. સેબીએ સ્ટોક બ્રોકર પ્રોવિઝનના નિયમો વધુ કડક બનાવ્યા છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૮થી તમામ ગ્રાહક ઓર્ડરને ફરજિયાત રેકોર્ડ સ્વરૂપે રાખવા જણાવ્યું છે.

સેબીએ શેરબજારોને એક સર્ક્યુલર પાઠવીને જણાવ્યું છે કે ગ્રાહક બ્રોકરને ખરીદ-વેચાણના ફોન ઉપર ઓર્ડર આપે તો તેનો રેકોર્ડ રાખવા જણાવ્યું છે. તે માટે ફરજિયાત રેકોર્ડિંગ ટેલિફોન સિસ્ટમની વ્યવસ્થા કરવી પડશે.

સેબીએ વધુમાં જણાવ્યું છે કે રોકાણકારોની મોટા પ્રમાણમાં ફરિયાદ મળી છે, જેમાં કેટલીક ફરિયાદ ગ્રાહકના ખાતામાંથી ગેરકાયદે કારોબાર સંબંધી છે. પરિપત્ર અનુસાર ગ્રાહકનો ટેલિફો‌િનક રેકોર્ડ, ઇ-મેઇલ આઇડી, એસએમએસ કે ઇન્ટરનેટ દ્વારા શેર લે-વેચની વિગતો બ્રોકર્સે એવા સ્વરૂપમાં રાખવી પડશે, જે ક્યારેક ગૂંચ ઊભી થાય તો આ રેકોર્ડના આધારે કાયદાકીય રીતે પડકારી શકાય.

You might also like