સેબીના નિયમોના કારણે કોમોડિટી બ્રોકર્સની સંખ્યા ઘટશે

મુંબઈ: ફોરવર્ડ માર્કેટ કમિશનનું સેબીમાં પાછલા વર્ષે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૫માં મર્જર થયું હતું. સેબીએ કોમોડિટી બ્રોકરો માટે રજિસ્ટ્રેશન માટે એક વર્ષનો સમય આપ્યો હતો, પરંતુ રજિસ્ટ્રેશન માટે વધુ રકમ તથા નેટવર્થની શરતોના કારણે રજિસ્ટ્રેશનમાં વિલંબ થઇ રહ્યો છે. એફએમસીના સેબીમાં મર્જર બાદ ત્રણ મહિનામાં રજિસ્ટ્રેશન માટે અરજી આપવાના નિર્દેશો આપ્યા હતા. સેબીના નિર્દેશો બાદ અત્યાર સુધી ૧૫૦૦ બ્રોકરોએ રજિસ્ટ્રેશન માટે અરજી આપી છે અને સેબી પાસે અત્યાર સુધી ૫૪૪ બ્રોકરોનું રજિસ્ટ્રેશન થયું છે.

સેબીના જણાવ્યા પ્રમાણે ૨૩ સપ્ટેમ્બર સુધી જે બ્રોકરોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નથી તેઓના ટર્મિનલને ૨૬ સપ્ટેમ્બર સુધીમાં ‘સ્ક્વાયર ઓફ મોડ’માં મૂકી દેવામાં આવશે એટલે કે આવા સભ્યો નવા સોદા નહીં કરી શકે એટલું જ નહીં, માત્ર જૂના સોદા જ કાપી શકશે.

You might also like