મ્યુચ્યુઅલ ફંડને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે સેબીનો પ્લાન

નવી દિલ્હી: મૂડીબજાર નિયામક સેબી હવે મ્યુચ્યુઅલ ફંડના મૂડીરોકાણને વધુ આકર્ષક બનાવવા માટે આ સેક્ટરમાં ખર્ચની દૃષ્ટિએ વધુ અસરકારક બનાવવા મહત્ત્વના પગલાં લેનાર છે. મ્યુચ્યુઅલ ફંડને વધુ મજબૂત બનાવવા માટે સેબીએ એક પ્લાન નક્કી કર્યો છે.

આ પ્લાન હેઠળ સેબી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે વિવિધ યોજનાઓના વર્તમાન ખર્ચ રેશિયોની પણ સમીક્ષા કરશે. આ ઉપરાંત રિસ્ક મેનેજમેન્ટ, તેનું કામકાજ, તપાસ પ્રક્રિયા અને વિતરણ વ્યવસ્થા સહિત અન્ય બાબતોમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની વિવિધ પ્રવૃત્તિઓમાં એકરૂપતા લાવવા માટેના ઉપાયો વિચારવામાં આવશે.

સાથે જ સેબી વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા જાગૃતિ વધારીને ટેક્નોલોજી આધારિત ઉપાયો દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધારવાની શક્યતાઓ તપાસશે. સેબીએ પોતાના ૨૦૧૭-૧૮ના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે મ્યુચ્યુઅલ ફંડને વધુ આકર્ષક બનાવવાના હેતુસર મહત્ત્વના પગલાં લેવામાં આવશે.

You might also like