IPOમાં મોનિટરિંગ એજન્સી ફરજિયાત બનશે

મુંબઇ: પબ્લિક ઇશ્યૂ દ્વારા ૫૦૦ કરોડથી ઓછું ભંડોળ એકત્ર કરનારી કંપનીઓ માટે સેબીએ ભંડોળ પર નજર રાખવા માટે મોનિટરિંગ એજન્સીની નિમણૂક કરવા માટે સક્રિયા કવાયત હાથ ધરી છે. દેશમાં રોકાણ કરવા માટે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ માટે લાંબી પ્રોસીજરમાંથી રાહત મેળવવા માટે પણ સેબીએ રાહત મળે તેવાં પગલાં લેવા માટે કવાયત હાથ ધરી છે.

પબ્લિક ઇશ્યૂમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓને સંસ્થાકીય કેટેગરીમાંથી મંજૂરી આપવાની દિશામાં વિચારણા ચાલુ કરી છે. આ તમામ પ્રસ્તાવને સેબી આગામી ૨૬ એપ્રિલે મળનારી બોર્ડ બેઠકમાં ગંભીરતાથી વિચારણા કરી શકે છે.
નોંધનીય છે કે ૨૬ એપ્રિલે મળનાર આ બેઠક નવા ચેરમેન અજય ત્યાગીની પ્રથમ બોર્ડ બેઠક હશે. કોમોડિટીમાં ઓપ્શન ટ્રેડિંગને મંજૂરી, બ્રોકર્સ માટે યુનિફાઇડ લાઇસન્સ, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ઇ વોલેટનો ઉપયોગ તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્સટન્ટ વિડ્રોઅલની ફેસિલિટી સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે આઇપીઓ લાવનાર કંપનીઓ નક્કી કરેલો હેતુ અને વાસ્તવિક ઉપયોગ વચ્ચે મોટો તફાવત હોવાનું જણાયું હોવાનું સેબીની તપાસમાં બહાર આવ્યું છે, જેના પગલે સેબીએ તમામ આઇપીઓ માટે કંપની સામે લાલ આંખ કરી છે.
http://sambhaavnews.com/

You might also like