સેબીએ એનએસઈ પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યાે

મુંબઇ: નેશનલ સ્ટોક એક્સચેન્જ ગઇ કાલે ટેક્નિકલ ખામીના કારણે ત્રણ કલાક બંધ રહ્યું હતું. સેબીએ આ અંગે એનએસઇ પાસે વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. દરમિયાન એક્સચેન્જે સેબીને જણાવ્યું છે કે સાયબર સુરક્ષાને લગતા એક્સચેન્જમાં હાલ કોઇ સમસ્યા નથી. નોંધનીય છે કે દેશનું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ  ટેક્નિકલ  ખામીના કારણે ત્રણ કલાક બંધ રહ્યું હતું અને કામકાજ ૧૨.૩૦ કલાકે શરૂ થઇ શક્યું હતું.

એક્સચેન્જે સેબીને જણાવ્યું છે કે એક્સચેન્જ પર થયેલા કેશ અને એફએન્ડઓના તમામ સોદાઓ કાયદેસરના છે. એક્સચેન્જે સોફ્ટવેર સંબંધી ટેક્નિકલ ખામી ગણાવી છે. સેબી અને એનએસઇના વરિષ્ઠ અધિકારીઓની બેઠક દરમિયાન એક્સચેન્જે જણાવ્યું હતું કે શેરબજાર ખૂલવાના સમયે જ ટેક્નિકલ સમસ્યાઓના કારણે કેશ સેગ્મેન્ટમાં સોદાઓ રૂટિન રીતે પડતા ન હતા અને તેના કારણે કામકાજ બંધ કરવામાં આવ્યાં હતાં.
http://sambhaavnews.com/

You might also like