મ્યુચ્યુઅલ ફંડને કવર્ડ કોલ્સ માટે અપાશે ઓપ્શનઃ સેબી

ન્યૂ દિલ્હીઃ બજાર નિયામક સેબી મ્યુચ્યુઅલ ફંડને તેમની ઇક્વિટી સ્ટ્રેટેજી હેઠળ કવર્ડ કોલ્સનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવા વિચારણા કરી રહી છે. કવર્ડ કોલ્સ એક પ્રકારની ઓપ્શન્સ સ્ટ્રેટેજી છે, જેમાં રોકાણકાર આવક વધારવા માટે કોઇ પણ એસેટમાં લોંગ પોઝિશન બનાવે છે અને તે એસેટનો કોલ ઓપ્શન વેચી દે છે.

આવું ત્યારે બને છે જ્યારે એસેટ પર ટૂંકાગાળાનો દૃષ્ટિકોણ તટસ્થ હોય અને આ કારણસર તેમાં લાંબા ગાળા માટે રોકાણ ચાલુ રાખવામાં આવે છે અને તેની સાથે જ ઓપ્શન પ્રીમિયમથી આવક ઊભી કરવા માટે ઓપ્શનમાં તેની શોર્ટ પોઝિશન પણ હોય છે.

કવર્ડ કોલ્સ ખરીદી અને વેચાણનાં નામે પણ ઓળખાય છે. કવર્ડ કોલ્સ એક પ્રકારની ન્યૂટ્રલ સ્ટ્રેટેજી છે, જેનો અર્થ એ થાય છે કે કોલ ઓપ્શન્સની સમયાવ‌િધમાં રોકાણકાર કેટલાક શેરની કિંમતમાં મામૂલી વધઘટની અપેક્ષા રાખે છે. તેજીને ધ્યાનમાં રાખીને રોકાણ કરતા રોકાણકારોની સ્થિતિ વધુ સારી હોય છે.

કારણ કે તેઓ ઓપ્શન્સ વેચતા નથી, પરંતુ તેમાં પોતાનું રોકાણ યથાવત્ રાખે છે. ઓપ્શન એવા શેરમાં પ્રોફિટની મર્યાદા નક્કી કરે છે, જે ટ્રેડના ગ્રોસ પ્રોફિટને ઘટાડી શકે છે. નિષ્ણાતોનાં જણાવ્યાં પ્રમાણે આ સ્ટ્રેટેજીથી મ્યુચ્યુઅલ ફંડ પોતાનું રિટર્ન વધારી શકે છે.

You might also like