આઈપીઓનાં નાણાંના ઉપયોગ પર સેબીની મો‌િનટરિંગ કમિટી નજર રાખશે

મુંબઇ: પાછલા કેટલાક સમયથી કંપનીના આઇપીઓ દ્વારા એકઠા કરવામાં આવેલાં નાણાંનો કંપનીના પ્રમોટરો દ્વારા દુરુપયોગ થતો હોવાનું સેબીને થયેલી ફરિયાદમાં ધ્યાને આવ્યું છે, જેમાં કંપનીના પ્રમોટરો દ્વારા આઇપીઓ લાવતા સમયે સેબીમાં રજૂ કરેલા દસ્તાવેજમાં નાણાંનો ઉપયોગ કરવા સંબંધે જે ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેના બદલે અન્ય જગ્યાએ આઇપીઓનાં નાણાં વાપરવામાં આવતાં હોવાનું કેટલીક તપાસમાં બહાર આવ્યું છે, જેના પગલે દુરુપયોગ રોકવા સેબીએ મો‌િનટરિંગ કમિટીની રચના કરી છે.

આ એજન્સી રૂ. ૧૦૦ કરોડથી વધુના આઇપીઓ લાવતી કંપની ઉપર નજર રાખશે, જેમાં કંપનીના સંચાલકો નાણાંનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે કે નહીં તેના ઉપર વોચ રખાશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ રૂ. ૫૦૦ કરોડથી વધુની રકમના આઇપીઓ માટે સેબીની મો‌િનટરિંગ કમિટી નાણાં ઉપયોગ અંગે વોચ રાખતી હતી.

http://sambhaavnews.com/

You might also like