સેબીની IPOમાં ખુલાસા ન કરવા સામે આઠ કંપનીઓને પેનલ્ટી

મુંબઇ: શેરબજાર નિયમનકારી એજન્સી સેબીએ આઇપીઓ લાવનાર કંપનીઓ દ્વારા નિયમનનું ઉલ્લંઘન કરવા બદલ આઠ કંપનીઓને નોટિસ ફટકારી છે, જેમાં રુશિલ ડેકોર, કોર્પોરેટ સ્ટ્રેટેજિક એલાયન્સ સહિત છ આઇપીઓ લાવનાર કંપનીઓ સામેલ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ આઇપીઓ લાવનાર રુશિલ ડેકોર કંપનીએ ૪૦ કરોડના આઇપીઓ લાવવા સંબંધી દસ્તાવેજો સોંપ્યા બાદ ૫.૯૪ કરોડ રૂપિયાની ગેરંટી વગરનું ઋણ પ્રાપ્ત કર્યું હતું. આ ઋણ આઇપીઓ લાવે તે પૂર્વે થોડા દિવસ અગાઉ જ મેળવવામાં આવ્યું હતું. શેર ઇશ્યૂ થઇ ગયા બાદ આ ઋણનું ચુકવણું કરી દીધું હતું.

સેબીમાં થયેલી ફરિયાદના પગલે તપાસ હાથ ધરાતાં નિયમોનું ઉલ્લંઘન થયાનું બહાર આવ્યું હતું, જેને લઇને સેબીએ પેનલ્ટી ફટકારી છે. એ જ પ્રમાણે અન્ય કંપનીઓ દ્વારા પણ સેબીની માર્ગદર્શિકા ન અનુસરાતી હોવાથી પેનલ્ટી લાદી છે.
http://sambhaavnews.com/

You might also like