સોપારમાં બે આતંકીઓ છુપાયા હોવાની ખબર, સેના દ્વારા સર્ચ ઓપરેશન

જમ્મુ: જમ્મુ કાશ્મીરના સોપોરમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બારામુલ્લા જિલ્લાના સોપોર શાંગરગુંડ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું છે અને સમગ્ર વિસ્તારને સુરક્ષા દળોના જવાનોએ કોર્ડન કરી લીધો છે.

અહેવાલો અનુસાર સુરક્ષા દળોને આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાના ઈનપુટ્સ મળ્યા છે અને તેના આધારે સુરક્ષા દળોએ આજે સવારે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કર્યું હતું અને અહીં બે આતંકીઓ ઘેરાઈ ગયેલા હોવાના અહેવાલો છે.

અા લખાઈ રહ્યું છે ત્યારે સર્ચ ઓપરેશન જારી છે અને છુપાયેલા બે આતંકીઓ માટે શોધખોળ કરવામાં આવી રહી છે. દરમિયાન સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન ચાલુ કરતાં વાતાવરણ સમગ્ર વિસ્તારમાં તંગ બની ગયું હતું અને ગમે તે ઘડીએ આ વિસ્તારમાં સુરક્ષા દળો અને છુપાયેલા આતંકીઓ વચ્ચે અથડામણ થઈ શકે છે.

અહેવાલો અનુસાર સુરક્ષા દળોનાં સર્ચ ઓપરેશનને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે અને સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ છે. આતંકીઓ નાસી ન જાય તે માટે સુરક્ષા દળના જવાનોએ ચોમેરથી સમગ્ર વિસ્તારની કોર્ડન કરી લીધો છે.

આ અગાઉ શનિવારે દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારના બેહીબાગમાં સુરક્ષા દળોએ એક અથડામણમાં એક આતંકીને ઠાર માર્યો હતો. ઠાર મરાયેલા આ આતંકી લશ્કર-એ-તોઈબાનાે આતંકી હતો અને તે લેફ. ઉંમર ફયાઝની હત્યામાં પણ સંડોવાયેલો હતો, તેનું નામ ઈશ્ફાક પદાર હતું

You might also like