કાશ્મીરમાં 15 વર્ષ બાદ સેના ચલાવશે ઓપરેશન ‘કાસો’

નવી દિલ્હીઃ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સેનાએ કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. જેમાં પુરૂષોને એક અલગ જગ્યાએ રાખવામાં આવ્યા. આ દરમ્યાન મહિલાઓએ તેનો વિરોધ કર્યો. પ્રદર્શન કરી રહેલી મહિલાઓને ખસેડવા માટે સેનાએ હવામાં ફાયરિંગ કર્યું. મેની શરૂઆતમાં શોપિયા જિલ્લામાં લગભગ 20થી વધારે ગામોમાં ચાલી રહેલા કાસો બાદ સેનાએ આવા ઓપરેશનમાં તેજી લાવવા અંગેનું નિવેદન આપ્યું છે. લગભગ 15 વર્ષ બાદ સેનાએ આ રીત અપનાવી છે. આ પહેલાં મંગળવારે કુલગામ જિલ્લાના વોકઇ ગામમાં સેનાએ પહેલું કાસો ઓપરેશન હાથ ધર્યું હતું.

સેનાએ ગામમાં સવારે લગભગ 6 વાગે લાઉડ સ્પીકર પર જાહેરાત કરી હતી કે દસ વર્ષ ઉપરના તમામ પુરૂષો ગ્રાઉન્ડમાં એકત્રિત થાય. સેના તેમની તપાસ કરશે. તે દરમ્યાન સેનાના જવાને કોઇ કારણસર યુવકને માર્યો હતો. જેને કારણે ત્યાં મહિલાઓ એકત્રિત થઇ ગઇ હતી અને વિરોધ કર્યો હતો. મહિલાઓને આગળ આવતા જોઇને સેનાએ તેમને ત્યાંથી ખસેડવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. બાદમાં સેનાએ ઓપરેશન સ્થગિત કર્યું હતું.

http://sambhaavnews.com/

You might also like