ગુમ થયેલી મલેશિયન ફ્લાઇટ MH370નું શોધકામ પડતું મુકાયું, ત્રણ વર્ષે પણ કોઈ પત્તો ન જડ્યો

સીડની: વર્ષ 2014માં ગુમ થયેલી મલેશિયન ફ્લાઇટ MH370 વિશ્વસ્તરે લોકોનું સ્થાન ખેંચ્યું હતું. આ ફ્લાઇટમાં 239 ગુમ મુસાફરોનો કોઈ પત્તો જડ્યો નથી. આ ફ્લાઇટને શોધવા માટે ત્રણ વર્ષથી શોધકાર્ય ચાલી રહ્યું હતું. આખરે આ ત્રણ વર્ષથી ચાલી રહેલા શોધકાર્ય પર પૂર્ણવિરામ મુકવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં આવેલી ધ જોઈન્ટ એજન્સી કોર્ડિનેશન સેન્ટરે આ શોધકાર્યમાં આગેવાની લીધી હતી અને આ શોધકાર્યમાં કુલ ખર્ચ 16 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને મોટે ભાગે આ ખર્ચ બોઇંગ 777ને શોધકાર્યમાં લગાડવામાં લાગ્યો હતો. આ શોધકાર્યમાં 1,20,000 ચોરસફૂટ માઇલમાં એટલે આશરે 119139 ચોરસફૂટ કિલોમીટરમાં ફેલાયેલું છે.

MH370 ફ્લાઇટ જે સમુદ્રમાં ગરકાવ થયું હોવાનું માનવામાં આવી રહ્યું હતું તે માટે શરૂ કરવામાં આવેલું શોધકાર્ય હવે ત્રણ વર્ષેને અંતે પણ કોઈ પરિણામ ન મળવાને કારણે પડતું મુકાયું છે. આ નિર્યણ હળવાશથી નહિ પણ દુખી થઈને લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

જોકે, આ નિર્ણયથી ફ્લાઇટમાં પોતાના સ્નેહીજનોને ગુમાવનારા લોકોની લાગણીઓનો વંટોળ છવાઈ ગયો હતો અને ઘણા લોકોએ આ કાર્યને મલેશિયન સરકારની બેદરકારી ગણાવ્યું હતું.

You might also like