હવેથી રેસ્ટોરાંની બહાર નોનવેજ ફૂડનું પ્રદર્શન કરી શકાશે નહીં, દુભાય છે લોકોની લાગણી

નોનવેજના શોખીનોને લલચાવવા માટે રેસ્ટોરાં બહાર નોનવેજની આઈટમોનું પ્રદર્શન કરવા અંગે ટૂંક સમયમાં જ પ્રતિબંધ લાગી શકે તેમ છે. કારણ કે દિલ્હી નગર નિગમે આવા ખાદ્ય પદાર્થોનું જાહેરમાં પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ કર્યો છે. આવા પ્રસ્તાવનો ભવિષ્યમાં અન્ય રાજયમાં અમલ શરૂ થાય તો નવાઈ નહિ ગણાય.

આ અંગે ગૃહના નેતા શિખા રાયે જણાવ્યું કે આ પ્રસ્તાવ ભાજપ શાસિત દક્ષિણ દિલ્હી નગર નિગમમાં રજૂ કરવામાં આવ્યો છે. જેને મંજૂર પણ કરી દેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે સાફ સફાઈ અને માંસ મટનને જોતાં જે તે લોકોની લાગણી પર થનારી અસરને ધ્યાનમાં રાખી આવો નિર્ણય લેવામા આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ નિયમ કાચા અને પકાવેલા એમ બંને પ્રકારનાં મટનને મામલે લાગુ પડે છે. દરમિયાન કોંગ્રેસે આવાં પગલાંની આકરી ટીકા કરી હતી.

You might also like