ગૌરક્ષક હિંસા મામલે SCનો આદેશ,”પીડિતોને વળતર આપવામાં આવે”

ન્યુ દિલ્હીઃ પીડિત ગૌરક્ષકો પર થયેલ હિંસા મામલે કરાયેલ અરજી પર સુપ્રિમ કોર્ટે શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટે કહ્યું કે જે લોકો ગૌરક્ષાનાં નામ પર હિંસામાં શામેલ છે તેમનાં પર કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર છે. પહલૂ ખાનની હત્યા મામલે સુનાવણી કરતાં કોર્ટે એમ કહ્યું કે આ મામલે ગૌરક્ષાનાં પીડિતોને વળતર આપવાંની ખાસ જરૂર છે. દરેક રાજ્યોની જવાબદારી બને છે કે તેઓ પોતે ગૌરક્ષાનો ભોગ બનેલ દરેક પીડિતોને વળતર આપે.

કોર્ટે ગુજરાત, રાજસ્થાન. ઝારખંડ, કર્ણાટક અને યૂપીને આદેશ કરી દીધો છે કે તે પોતાનો આ મામલે રિપોર્ટ શુક્રવારે જ આજનાં રોજ દાખલ કરી દે. જેથી આ રાજ્યોએ પોતાનો રિપોર્ટ દાખલ કરી દીધો છે. ત્યાં જ હવે અન્ય રાજ્યોને પણ આ મામલે પોતાનો રિપોર્ટ જલ્દી દાખલ કરવાનો કોર્ટે આદેશ આપી દીધો છે. ગૌરક્ષાનાં આ મામલે હવે વધુ સુનાવણી 31 ઑક્ટોમ્બરે થશે.

You might also like