‌સ્ક્રિપ્ટ રાઈટરે ભારતીયના રોલમાં ગોરાને લેવાનો સાફ ઇનકાર કર્યો

ન્યૂયોર્ક: અમેરિકાની એક યુનિવર્સિટીઅે ભારત પર અાધારિત ડ્રામા શોને વિવાદોના કારણે રદ કરી દીધો છે. પ્લે રાઈટરને ભારતીયના રોલમાં ગોરી વ્યક્તિને લેવા સામે વાંધો હતો. કોરિયન-અમેરિકી પ્લે રાઈટરનું કહેવું હતું કે જ્યારે કેરેક્ટર સાઉથ અેશિયન છે તો તેનો રોલ ગોરા એક્ટરને અાપવાનું ખોટું કહેવાશે.

‌િજસસ ઇન ઇન્ડિયા ડ્રામા ન્યૂયોર્કની કેલરિય યુનિવર્સિટીમાં ૫૪૦૦ સ્ટુડન્ટ્સની હાજરીમાં યોજાવાનો હતો. ગોરા અને ભારતીય એક્ટર્સ રાખવાના મુદ્દા પર વિવાદ થયા બાદ પ્લે રાઈટર સુહે પ્રોડક્શનની પર‌િમશન જ પાછી ખેંચી લીધી. ન્યૂયોર્ક ટાઈમ્સના સમાચાર મુજબ પ્લેમાં ‌િજસસને ભારતમાં ફરતા દર્શાવવાના હતા. તેઅો ગિટાર વગાડતા અને પોતાના નવા સાથીઅોની સાથે બૌદ્ધધર્મ પર વાત કરતા હતા.

સુહનું કહેવું છે કે ગોરાં પાત્રો સાથે નાટક કરાવવાનું અહીંના માઇનોરિટી વિદ્યાર્થીઅો સાથે અન્યાય કહેવાશે. અહીં દેશભરમાં એવા કેરેક્ટર્સ માટે ગોરા એક્ટર્સને લેવાની ખોટી પરંપરા ચાલતી અાવે છે. સુહે કહ્યું કે સાઉથ એશિયન કેરેક્ટર માટે ગોરા એક્ટર્સને રોલ અાપવાથી માઈનોરિટી અાર્ટિસ્ટ કોમ્યુનિટીમાં પણ ખોટો મેસેજ જશે.

સુહનું કહેવું છે કે તેને યુનિવર્સિટીમાં ગોરા એક્ટર્સને કાસ્ટ કરવાની વાત અોક્ટોબરના અંતમાં જાણવા મળી હતી. અોનલાઈન અને પબ્લિસિટી ફોટોમાં તેણે જોયું કે બે ગોરા એક્ટર્સ ઇન્ડિયન કેરેક્ટર પ્લે કરી રહ્યા છે. બીજી તરફ યુનિવર્સિટીઅે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે એક્ટર્સ સાથે અાવું વર્તન તેની જાતિના કારણે થયું છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ કેરેન વાઈટનીઅે કહ્યું કે અમે અાગળ જતાં સુહની સાથે કામ નહીં કરીઅે, કારણ કે તેઅો રંગભેદ વચ્ચે લાવે છે.

You might also like