ત્વચાને ચમકદાર બનાવવા ટી ટ્રી ઓઈલનો ઉપયોગ શ્રેષ્ઠ છે

ટી ટ્રી ઓઈલ મેલેલ્યુકા ઓઈલ તરીકે ઓળખાય છે તે ગ્રીન ટી કે બ્લેક ટીના પ્લાન્ટમાંથી નીકળતું નથી. ટી ટ્રી ઓઈલ ત્વચાના ઈન્ફેક્શનની સારવારમાં વપરાય છે. વારંવાર ખીલ થતાં હોય, ત્વચા ઓઈલી હોય, ત્વચા વાળ કે નખમાં ફંગર ઈન્ફેક્શન થયું હોય ત્યારે અા ઓઈલ અસરકારક છે. કોકનટ ઓઈલમાં પ્યોર ટી ટ્રી ઓઈલના બે ટિપા નાખીને સ્વચ્છ કોટન વડે ત્વચા પર લગાવવાથી બ્લેકહેડ્સ, વ્હાઈટહેડ્સ અને ફંગલ ઈન્ફેક્શન દૂર થાય છે. અા ઓઈલ મચ્છર કરડ્યાના ડંખ, ડ્રાયસ્કિન કે દાઝ્યાના ડાઘ પણ દૂર કરે છે.

You might also like