સ્કોટલેન્ડમાં બ્રિટનથી અલગ થવાની માંગ તેજ

લંડનઃ સ્કોટલેન્ડની સંસદ યૂરોપીયન યૂનિયનમાંથી બ્રિટનને બહાર થવાથી રોકવાની કોશિશ કરી શકે છે. સ્કોટલેન્ડની સ્કોટિશ નેશનલ પાર્ટીની નેચા નિકોલા સ્ટર્જને બીબીસીમે જણાવ્યું છે કે તે સ્કોટલેન્ડની સંસદ બ્રિટનને તે સલાહ આપવા વિચારી રહી છે કે તે બ્રિટનને યૂરોપીયન સંસદમાંથી બહાર થવા અથવા બ્રેગ્જિટને કાયદાકીય મંજૂરી ન આપે છે.

સ્ટર્જન સ્કોટલેન્ડને યૂરોપીયન યૂનિયનમાંથી બહાર ન જવા દેવા અંગે માંગ કરી રહ્યું છે. સ્ટર્જને જણાવ્યું છે કે સ્કોટલેન્ડ જો મંજૂરી ન આપે તો તે યૂરોપીયન યૂનિયનમાંથી બહાર થવા અંગેની બ્રિટનની યોજના પર રોક લાગી શકે છે. સ્કોટલેન્ડ અને ઉત્તરી આયરલેન્ડના મતદાનોમાં ગુરૂવારે જનતસંગ્રહમાં યૂરોપીયન યૂનિયનમાં રહેવા અંગે મતદાન કર્યું હતું. પરંતુ અંતિમ નિર્ણય માટે સ્કોટલેન્ડના સંસદની ભૂમિકા હજી સ્પષ્ટ નથી.

સ્ટર્જને જણાવ્યું છે કે યૂરોપીયન યૂનિયનથી બહાર થવા અંગેના બ્રિટનના નિર્ણયના પરિણામસ્વરૂર બ્રિટનમાંથી સ્કોટલેન્ડની આઝાદી માટે બીજો જનમતસંગ્રહ પણ થઇ શકે છે. કારણકે વર્ષ 2014નો જનમતસંગ્રહ હવે કોઇ જ મહત્વનો રહ્યો નથી. સ્કોટલેન્ડની વસ્તી 50 લાખ છે. ગતસપ્તાહે થયેલા જનમત સંગ્રહમાં 62 ટકા વોટિંગ યૂરોપીયન યૂનિયનમાં રહેવાના પક્ષમાં થયા હતા. માત્ર 38 ટકા લોકોએ જ ઇયુમાંથી બહાર રહેવાની માંગ કરી હતી.

તો બીજી તરફ યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટનમાં 52 ટકા લોકોએ ઇયુમાંથી બહાર થવા માટે જ્યારે 48 ટકા લોકોએ ઇયૂમાં રહેવાના પક્ષમાં વોટિંગ કર્યું હતું. ત્યારે સ્ટર્જને જણાવ્યું છે કે સ્કોટલેન્ડે યૂકેની સાથે રહેવું કે ન રહેવું તે અંગે જનમત સંગ્રહ થવો જરૂરી છે. સ્કોટલેન્ડ યૂરોપીયન યૂનિયન સાથે રહેવા માંગે છે. યુકેનું ઇયુથી અલગ થવું ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ સ્કોટલેન્ડ તો હું બચાવી લઇશ.

You might also like