વીંછીનું ઝેર કાઢી અાપે એવો રોબો શોધાયો

મોરોક્કોની બેન મસિક હસન યુનિવર્સિટીના સંશોધકોએ એવો લાઈટવેઈટ અને પોર્ટેબલ રોબો તૈયાર કર્યો છે જે જીવતા વીંછીમાંતી એનું ઝેર કાઢી અાપે છે. અત્યાર સુધી વીંછીના શરીરમાંથી એનું ઝેર અલગ પાડવા માટે પરંપરાગત રીતે ટ્રેઈન્ડ લોકો પોતાના હાથનો જ ઉપયોગ કરતા હતા, પરંતુ ગમે એવા અનુભવ છતાં વીંછીનો દંશ લાગવાનો અને જીવ ગુમાવવાનો ભય સતત માથે ઝળૂંબતો રહેતો હતો. VES-4 નામનો અા રોબો અસરકારક રીતે વીંછીમાંથી ઝેર અલગ તારવી અાપે છે અને એ દરમિયાન વીંછીને પણ કોઈ જાતનું નુકસાન પહોંચતું નથી. વીંછીમાંથી અલગ તારવેલું અા ઝેર મલેરિયા સહિતના રોગોની દવાઓ બનાવવામાં અને કેન્સરના રિસર્ચમાં વપરાય છે.
http://sambhaavnews.com/

You might also like