સ્કોર્પિયો ગાડીને નડેલો અકસ્માતઃ બે યુવાનોનાં મોત, ચારને ગંભીર ઇજા

રાજકોટ-કુવાડવા હાઇવે પર ગઇ મોડી રાત્રે સ્કોર્પિયો ગાડીને અકસ્માત નડતાં બે યુવાનોનાં ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઇજા થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાંથી બેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટ-કુવાડવા હાઇવે પરથી એક સ્કોર્પિયો ગાડી મોડીરાત્રે પુરઝડપે પસાર થતી હતી ત્યારે ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ગાડી ડિવાઇડર સાથે અથડાઇ પલટી ખાઇ જતા આ ઘટના બની હતી જેમાં ર૦ વર્ષની વયના બે ભરવાડ યુવાનોનાં મોત નીપજ્યા હોવાનું અને ચારને ગંભીર ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

આ ઘટનાના પગલે હાઇવે પરનો ટ્રાફિકજામ થઇ જતા બંને તરફ વાહનોની કતાર લાગી જતા અનેક વાહનચાલકો અટવાયા હતા.

You might also like