શેરબજારમાં પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી

અમદાવાદ: ગઇ કાલે છેલ્લે શેરબજાર નવી ઊંચાઇએ બંધ જોવાયા બાદ આજે શરૂઆતે પ્રોફિટ બુકિંગની ચાલ જોવા મળી હતી.  બીએસઇ સેન્સેક્સ ૪૧ પોઇન્ટના ઘટાડે ૩૨,૦૦૨, જ્યારે એનએસઇ નિફ્ટી નવ પોઇન્ટના ઘટાડે ૯,૮૯૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે બેન્ક શેર સહિત ઓટો, એફએમસીજી, આઇટી અને મેટલ કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ, ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. આજે શરૂઆતે ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૧.૬૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. સારા પરિણામની અસરથી શેરમાં સકારાત્મક ચાલ નોંધાઇ છે. એનટીપીસી અને એક્સિસ બેન્કના શેરમાં પણ મજબૂતાઇની ચાલ નોંધાઇ હતી. તો બીજી બાજુ ટીસીએસ, આઇટીસી અને એચડીએફસી કંપનીના શેરમાં વેચવાલી જોવાઇ હતી.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં એકધારી તેજી જોવા મળી રહી હતી, જેના પગલે ‘કરેક્શન’ જોવા મળી રહ્યું છે.

પીએમ FDI નીતિની સમીક્ષા કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ-એફડીઆઇની નીતિની આજે સમીક્ષા કરશે, જેમાં વિદેશી રોકાણ સંબંધી મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે. બેઠકમાં નાણાપ્રધાન અરુણ જેટલી, ઉદ્યોગપ્રધાન નિર્મલા સીતારમન, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશનના સેક્રેટરી રમેશ અભિષેક હાજર રહેશે.

આજે આ શેરમાં ઘટાડો નોંધાયો
ટીસીએસ – ૧.૬૧ ટકા
એચડીએફસી – ૦.૮૦ ટકા
આઈટીસી – ૦.૭૮ ટકા

આજે આ શેરમાં સુધારો નોંધાયો
ઈન્ફોસિસ ૨.૧૯ ટકા
એનટીપીસી ૦.૬૧ ટકા
સિપ્લા ૦.૩૪ ટકા

એનબીએફસી કંપનીના શેરમાં બે સપ્તાહમાં ઉછાળો
કંપનીનું નામ ટકાવારીમાં ઉછાળો
ઉજ્જિવન ફાઈ. ૧૭.૨૭ ટકા
કેપિટલ ફર્સ્ટ ૧૨.૦૫ ટકા
ચોલામંડલમ્ ઈન. ૭.૯૫ ટકા
બજાજ ફાઈનાન્સ ૮.૨૭ ટકા
બજાજ ફિનસર્વ ૬.૫૨ ટકા
એલએન્ડટી ફાઈ. ૭.૦૨ ટકા

ડોલર સામે રૂપિયો ફ્લેટ ૬૪.૪૪ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો ફ્લેટ ૬૪.૪૪ની સપાટીએ ખૂલ્યો હતો. આમ, રૂપિયામાં સ્થિર ચાલ નોંધાઈ હતી. ગઈ કાલે રૂપિયો ૬૪.૪૪ની સપાટીએ બંધ જોવાયો હતો.

http://sambhaavnews.com/

You might also like