પ્રી-ટર્મ ડિલિવરી થવાનું સંભવિત કારણ વૈજ્ઞાનિકોને જડ્યું

કુદરતની રચના મુજબ ગર્ભ અમુક ચોક્કસ અઠવાડિયાંઓ સુધી વિકસે એ પચી અાપમેળે બહાર નીકળવા મથે અને પ્રસવથી બહાર અાવે. ઘણીવાર અા પ્રક્રિયામાં કોમ્પિકેશન થાય છે અને બાળક અધૂરા મહિને બહાર અાવી જાય છે. ખાસ કરીને સાત-અાઠ મહિનાની પ્રેગ્નન્સી પછી અચાનક જ ગર્ભાશયની થેલીનું પાણી પડવા લાગે છે અને એ પછી બાળકને કાઢી લેવું સેફ લાગતાં સિઝેરિયનથી તેને બહાર કાઢી લેવું સેફ લાગતાં સિઝેરિયનથી તેને બહાર કાઢી લેવામાં અાવે છે. અાવું થવા પાછળ અનેક પરિબળો કારણભૂત હોઈ શકે છે. જોકે અમેરિકાની નેશનવાઈડ િચલ્ડ્રન હોસ્પિટલના રિસર્ચરોએ નોંધ્યું છે કે જ્યારે વિકસતા ભ્રૂણના ટિશ્યુઝમાં કેલ્શિયમ ડિપોઝિશનની શરૂઅાત થાય તો એનાથી ગર્ભાશયમાં રહેલી કોથળી વહેલી ફાટી જાય છે અને બાળકનો પ્રી-મેચ્યોર જન્મ થાય છે.

You might also like