નાસાની મોટી સિદ્ધિઃ આઠ ગ્રહ ધરાવતી એક નવી સોલર સિસ્ટમ શોધી કાઢી

લંડન: અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. નાસાના કેપલર સ્પેસ ટેલિસ્કોપે આઠ ગ્રહ ધરાવતી એક સોલર સિસ્ટમ શોધી કાઢી છે. વાસ્તવમાં આ સ્ટાર સિસ્ટમ પહેલાંથી જ શોધી કઢાઈ હતી, પરંતુ હવે તેના પર આઠમા ગ્રહની પણ ઓળખ કરી લીધી છે. નાસા આજે સાંજે આ અંગે મોટી જાહેરાત કરી શકે છે.

આ સોલર સિસ્ટમ આપણા સૌરમંડળ જેટલી મોટી છે. ખાસ વાત એ છે કે આ શોધમાં ગૂગલ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવી છે, જે માનવીના વસવાટને યોગ્ય ગ્રહની શોધ કરવામાં ઘણી મદદ કરશે.

કેપલર-૯૦ સોલર સિસ્ટમ્સના આ આઠમા ગ્રહનું નામ છે. કેપલર-૯૦ ગૂગલ અને નાસાના આ પ્રોજેક્ટ દ્વારા આપણા જેવા જ સૌરમંડળની શોધની આશા વધી છે કે બ્રહ્માંડ કોઈ પણ ગ્રહ પર એલિયનની હાજરી શક્ય છે. રસપ્રદ વાદ એ છે કે કેપલર-૯૦ના ગ્રહની વ્યવસ્થા આપણા સૌરમંડળ જેવી જ છે તેમાં નાના ગ્રહ પણ પોતાના સ્ટારની નજીક છે અને મોટા ગ્રહ તેનાથી ઘણા દૂર છે. નાસાના જણાવ્યા અનુસાર આ સંશોધનમાં પહેલી વાર સ્પષ્ટ થયું છે કે દૂર આવેલ સ્ટાર સિસ્ટમમાં આપણા જેવા જ પરિવારોની હાજરી હોઈ શકે છે.

ટેક્સાસ યુનિવર્સિટીના નાસા ખાતેના પોસ્ટ ડોક્ટરલ ફેલો અને ખગોળ વિજ્ઞાની એન્ડ્રયુ વંડરબર્ગે જણાવ્યું હતું કે નવો ગ્રહ પૃથ્વીથી લગભગ ૩૦ ટકા મોટો હોવાનું માનવામાં આવે છે, જોકે આ એવી જગ્યા નથી કે જ્યાં તમે જવા ઈચ્છશો. તેમણે જણાવ્યું હતું કે અહીં તોતિંગ પથ્થરની શિલાઓ આવેલી છે અને વાતાવરણ પણ ઘનઘોર છે. તાપમાન ઘણું ઊંચું છે કે જેમાં  લોકો દાઝી શકે છે.

વંડરબર્ગના જણાવ્યા પ્રમાણે અહીંની સપાટીનું સરેરાશ તાપમાન ૮૦૦ ડિગ્રી ફેરનહાઈટ હોઈ શકે છે. નવી શોધવામાં આવેલ સોલર સિસ્ટમમાં કેપલર-૯૦ પૃથ્વીની જેમ એક પથરાળ ગ્રહ છે, પરંતુ તે પોતાની ભ્રમણ કક્ષામાં દર ૧૪.૪ િદવસ એક વાર પ્રદક્ષિણા કરે છે એટલે કે કેપલર-૯૦ પર એક પૃથ્વીની જેમ એક વર્ષનો સમય માત્ર બે અઠવાડિયાંનો હશે.

You might also like