વૈજ્ઞાનિકોએ કરી કમાલ, હવે રણની હવાથી બનાવી શકાય છે પાણી

વૈજ્ઞાનિકોએ એક એવું ઉપકરણ બનાવ્યું છે જે સૂકા અથવા રણ પર્યાવરણની હવાથી પણ પાણી પેદા કરશે. પૃથ્વીની કેટલીક જગ્યાઓ જેવી છે જે અતિ શુષ્ક હોય છે, તેમાંથી કેટલીક જગ્યાઓ પર હવામાં ભેજ હોય છે. તેવા સ્થળે આ ઉપકરણ પાણીનું જીવનદાન આપવાના રૂપમાં સાબિત થઇ શકે છે.

આ ઉપકરણનું નિર્માણ અમેરિકાના ‘મૈંસચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી’ (એમઆઇટી)ના સંશોધકોએ કર્યું છે. તેમાં મૂળ ભારતના એક વૈજ્ઞાનિકનો પણ સમાવેશ થાય છે. ‘એમઆઇટી’ના સંશોધકો સહિત ભારતીય સમીર રાવે પાણીના ઉત્પાદન માટે પ્રસ્થાપિત કર્યું છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે, ઉપકરણને ટેમ્પે, એરિઝોના ખૂબ જ શુષ્ક વાતાવરણમાં ફિલ્ડ-ટેસ્ટ કરવામાં આવ્યો છે, જે પાણીને પેદા કરવા માટે એક નવી પદ્ધતિની ક્ષમતા પુષ્ટિ કરે છે. મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક (એમઓએફ) નામની સિસ્ટમ ઉચ્ચ સપાટી પર એટલે કે, રણના સૌથી ઉમદા પર્યાવરણની હવાથી પણ પીવાનું પાણી કાઢી શકે છે.

You might also like