હવે ઝાડ પર પણ પેદા કરી શકાશે વિજળી

વોશિંગ્ટન: ઘણી વખત કેટલાક લોકોને આપણે કહેતા સાંભળ્યું હશે કે પૈસા ઝાડ પર ઉગતા નથી. એ સાચું છે, પરંતુ આ પણ સાચું છે કે જલ્દીથી ઝાડ પર પાન, ફળ, ફૂલોની જેમ વિજળી ઉગવાની પણ ચાલુ થશે. વૈજ્ઞાનિકોએ એક એવુ ઝાડ વિક્સિત કર્યું છે, જે વિજળી ઉત્પન્ન કરશે. જ્યારે હવા એ કુત્રિમ પાનથી પસાર થશે ત્યારે વિજળી પેદા થશે.

આ ટેકનીક અમેરિકા સ્થિત ઇયવા યૂનિવર્સિટીમાં સંશોધનકર્તાઓએ વિક્સિત કરી છે. એનાથી લોકોને ઘરમાં ઉપયોગમાં આવનારા ઉપકરણોને ચાર્જ કરવામાં મદદ મળી શકે છે. વૈજ્ઞાનિકોએ એક એવા ઉપકરણને વિક્સિત કર્યો છે જે ઝાડ પર શાખ અને પાનની જેમ લાગી જાય. પછી હવા જ્યારે એના કૃત્રિમ પાનમાંથી પસાર થાય ત્યારે વિજળી ઉત્પન્ન થાય છે.

આ ઉપકરણને ડિઝાઇન કરનાર માઇકલ મેકક્લોસ્કીએ કહ્યું કે એમાં હવાથી ફરતી ટરબાઇનને નહીં બદલવામાં આવે, પરંતુ આ ટેકનીકર આ પ્રકારના નાના મશીનોનું બજાર તૈયાર કરશે જે હવાને વિજળીમાં બદલી શકશે. તેમણે કહ્યું કે આ ટેકનીક જોવામાં પણ સુંદર લાગે છે અને ખૂબ નાના સ્તર પર પણ કામ કરે છે. એની મદદથી ઓફ ગ્રિડ ઉત્પન્ન કરી શકાશે. માઇકલે કહ્યું કે ઝાડની જેમ જોવા મળતા આ ઉપકરણની મદદથી એની જરૂરીયાત પ્રમાણે વિજળી મળી શકે છે કે નહીં એનો જવાબ આપતાં કહ્યું કે આ શક્ય છે, પરંતુ એમાં વધારે સુધારા કરવાની જરૂર છે.

You might also like