માનવતા માટે લેબમાં જીવન ખર્ચી નાખનારા વૈજ્ઞાનિકો આધુનિક ઋષી : મોદી

લખનઉ : વડાપ્રધાન મોદીએ મંગળવારે રાજધાનીનાં જાનકીપુરમ વિસ્તાર ખાતે સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટનાં નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું. મોદીજી જ્યારે સીડીઆરઆઇ પહોંચ્યા તો બોલ્યા કાંઇ જ નહી પરંતુ મનમાં વૈજ્ઞાનિકો પ્રત્યે આદર ભાવ હતો. આ ભાવ એકેટીયુમાં તેમનાં ઉદ્બોધનમાં સ્પષ્ટ દેખાણું. મોદીએ કહ્યું કે વૈજ્ઞાનિક આધુનિક ઋષી હોય છે અને તે પોતાનાં લક્ષ્યને સમર્પિત થઇને માણસો માટે મુસીબતોમાંથી મુક્ત કરાવવા માટેનું કામ કરી રહ્યા છે.

મંગળવારે સાંજે અમૌસી એરપોર્ટ પહોંચેલા વડાપ્રધાન ત્યાંથી સેનાનાં હેલિકોપ્ટરની મદદથી સીડીઆરઆઇ પહોંચ્યા. તેઓ નવા ભવનનાં લોકાર્પણ બાદ તેમણે નવી પ્રયોગશાળાનું નિરીક્ષણ કર્યું. સ્મૃતી માટે તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું. સીડીઆરઆઇમાં મોદી લગભગ 40 મિનિટ રહ્યા. તેમણે આ ઇન્સ્ટીટ્યુટ અંગે માહિતી મેળવી. મોદીની સાથે રાજ્યપાલ રામ નઇક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હતા.

You might also like