સેંથી ભરવા પાછળ પણ છુપાયેલા છે વૈજ્ઞાનિક કારણો

જૂના જમાના લોકોએ બનાવેલી પરંપરાઓની પાછળ કંઇક તો ખાસ વાત જરૂરથી હોય છે જેના કારણ અમુક રિતરીવાજ ચાલતા આવ્યા છે. મોટાભાગે લોકો તેને અંધવિશ્વાસ કહે છે. પરંતુ દરેક પરંપરા પાછળ કોઇકને કોઇક વૈજ્ઞાનિક કારણ જરૂરથી હોય છે. જૂના જમાનાના લોકો ઓછુ ભણેલા ગણેલા હોય છે. એટલે એ લોકોને પણ આ પાછળના કારણો સમજવા અને સમજાવવા ઘણી મુશ્કેલી પડતી હતી એટલે એને ધર્મ સાથે જોડવામાં આવતા હતો.

લગ્ન કરેલી મહિલાઓ માટે સિંદૂર પૂરવું એક પરંપરા છે. આ હળદળ, ચૂનો અને પારાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. પારો બીપીને કંટ્રોલ કરે છે અને સેક્સ ઇચ્છા પણ વધારે છે.

સપ્તાહમાં એક દિવસ ભૂખ્યા રહેવાથી પાચનક્રિયા સારી રહે છે અને રમઝાનમાં સૂરજ ઊગતા પહેલા અને આથમતા પછી ખાવાથી રક્ત પરિવહન અને કોલોસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

નમાઝ પઢતી વખતે પાંચ અલગ અલગ મુદ્રાઓથી માનસિક અને આધ્યાત્મિક સંતુલન બની રહે છે.

મંદિરનું નિર્માણ ખાસ દિશામાં કરવામાં આવે છે. જેનાથી શરીરને સાકારાત્મક ઊર્જા મળે છે.

બાયોલોજિસ્ટનું માનવું છે કે જ્યારે શરીર પર રંગ લાગે છે તો સ્કીનના છીદ્રોમાંથી રંગ શરીરના ionsને મજબૂત કરે છે.

ઘરની બહાર જતી વખતે દહી ખાવાથી પાચન શક્તિ સારી રહે છે એટલા માટે સારા કામ પર જતી વખતે દહીં ખવડાવવામાં આવે છે.

ઘરડા લોકો હંમેશા બાળકોને કહે છે કે સવારે વહેલા ઊઠવું સારું રહે છે કારણ કે એ સમયે હવા તાજી હોય છે અને વાતાવરણ પણ શાંત રહે છે.

હિંદુ ધર્મમાં તહેવારોમાં સોનું અથલા ચાંદી ખરીદવાની ખાસ પરંપરા હોય છે. તેનાથી પરીવારની આર્થિક પરિસ્થિતિ સારી રહે છે.

You might also like