વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-2નું પરિણામ જાહેર કરાયું

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એ‌િપ્રલ-2016માં લેવાયેલી ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-2ની પરીક્ષાનું પરિણામ અાજે જાહેર કરવામાં અાવ્યું છે. પરીક્ષામાં રાજ્યભરમાં એ ગ્રૂપમાં 65,280 વિદ્યાર્થીઅો નોંધાયેલા હતા, જેમાંથી 65,215 વિદ્યાર્થીઅોએ પરીક્ષા અાપી હતી.

બી ગ્રૂપમાં 75,781 વિદ્યાર્થીઅો નોંધાયા હતા, જેમાંથી 75,658 વિદ્યાર્થીઅોએ પરીક્ષા અાપી હતી, જ્યારે એબી ગ્રૂપમાં 29 વિદ્યાર્થીઅો નોંધાયેલા હતા, જેમાંથી 27 વિદ્યાર્થીઅોએ પરીક્ષા અાપી હતી. અામ, કુલ 1,41,090 નોંધાયેલા વિદ્યાર્થીઅોમાંથી 1,40,900 વિદ્યાર્થીઅોએ પરીક્ષા અાપી હતી, અમદાવાદ સિટીમાં કુલ 10,309 વિદ્યાર્થીઅો નોંધાયા હતા, જેમાંથી 10,293 વિદ્યાર્થીઅોએ પરીક્ષા અાપી હતી તેવી જ રીતે અમદાવાદ રૂરલમાંથી કુલ 6,743 વિદ્યાર્થીઅો નોંધાયા હતા, તેમાંથી 6,736 વિદ્યાર્થીઅોએ પરીક્ષા અાપી હતી. 99થી વધુ પર્સન્ટાઈલ મેળવનારાઅોમાં એ ગ્રૂપમાં અોવરઅોલ 659 વિદ્યાર્થી અને સાયન્સ થિયરી વિષય સાથે કુલ 724 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, જ્યારે બી ગ્રૂપમાં અોવરઅોલ 787 વિદ્યાર્થીઅો અને સાયન્સ થિયરી વિષય સાથે 837 વિદ્યાર્થીઅોનો સમાવેશ થાય છે.

You might also like