વિજ્ઞાન ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ

નવી દિલ્હી : વિજ્ઞાન ઓલિોમ્પિયાડ ફાઇન્ડેશન (SOF) દ્વારા છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કોલરશિપમાં આર્થિક રીતે નબળા પરિવારના આશાસ્પદ વિદ્યાર્થિનીઓને નાણાકીય મદદ કરવામાં આવે છે. આ સ્કોલશિપ દર વર્ષે 300 વિદ્યાર્થિનીઓને આપવામાં આવે છે.

સાયન્સ ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન:
વિજ્ઞાન ઓલિમ્પિયાડ ફાઉન્ડેશન એક બિન નફાકારક સંસ્થા છે. જે સ્કૂલના બાળકો વચ્ચે વિજ્ઞાન, ગણિત, કમ્પ્યૂટર અને રમતના પ્રોત્સાહન આપે છે. આ સ્કોલશિપ માટે પસંદ કરાયેલી વિદ્યાર્થિનીને પાંચ હજાર સુધીની રકમ આપવામાં આવે છે.

પસંદગીની પ્રક્રિયા :
સ્કોલશિપ માટે પ્રત્યેક સ્કૂલે એક ભલામણ કરતો પત્ર મોકલવાનો હોય છે. વિદ્યાર્થિનીને 60 ટકાથી વધારે માર્કસ હોવા જરૂરી છે. જ્યારે વિદ્યાર્થિનીના પરિવારની મહિનાની આવક 15 હજાર રૂપિયાથી વધારે હોવા જોઇએ નહીં.

You might also like