હિંદુ પરંપરાઓ પાછળ છુપાયેલું વિજ્ઞાન

ગાયને હિંદુ ધર્મમાં માતા સમાન ગણવામાં આવે છે. હિંદુ ધર્મને માનનાર દરેક માણસ ગાયની પૂજા કરે છે અને તેનું રક્ષણ કરે છે. ધાર્મિક આસ્થા સાથે ગાયનાં દરેક અંગમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે.

આ જ કારણ છે કે દિવાળીનાં બીજા દિવસે ગોવર્ધન પૂજા પ્રસંગે ગાયોની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમનું મોરપીંછ વગેરેથી શણગાર કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણે ગોપ્રેમથી ગોભક્તિ તથા અદ્ભુત લીલાઓથી ગોધનનું મહત્વ સંસારને જણાવ્યું છે. એટલુ જ નહીં, ગાયનું દૂધ ખૂબ જ પૌષ્ટિક હોય છે. ગાયનું ઘી અને ગોમૂત્ર અનેક આયુર્વેદિક ઔષધિઓ બનાવવામાં પણ કામ આવે છે.

હિંદુ પરંપરાઓ પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજવું જરૂરી છે.  હિંદુ ધર્મ મુજબ ગોમાંસ ખાવું પાપ છે, પરંતુ આપણામાંથી ઘણા બધા લોકો આ બાબત પાછળનાં કારણથી અજાણ છીએ. જો આપની અંદર પણ જિજ્ઞાાસા છે કે આપણે ગોમાંસ કેમ નથી ખાતા, તો વાંચો અમારો આ લેખ.

કૃષ્ણનો ગોપ્રેમ ભગવાન શ્રીકૃષ્ણને ગાય અત્યંત પ્રિય છે. તેનું કારણ એ છે કે ગાય તમામ કાર્યોમાં ઉદાર તથા સમસ્ત ગુણોની ખાણ છે. ગાયનું મૂત્ર, ગોબર, દૂધ, દહીં અને ઘી; તેમને પંચગવ્ય કહેવામાં આવે છે. માન્યતા છે કે તેમને ખાવાથી શરીરની અંદર પાપ નથી રોકાતું. કૃષ્ણને બહુ બધી ગાયોને પાળી હતી અને સાથે જ તેઓ તેમનું રક્ષણ પણ કરતા હતા. તેથી તેમને ગોપાળ નામે પણ ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાં ગાયને સમસ્ત સંસારની માતા કહેવામાં આવી છે.

શાસ્ત્રોમાં ગાયના દૂધને અમૃત તુલ્ય ગણવામાં આવ્યું છે કે જે તમામ પ્રકારના વિકારો અને વ્યાધિઓને નષ્ટ કરે છે. આ જ મુખ્ય કારણ છે કે ગાયને હિંદુ ધર્મમાં પૂજવામાં આવે છે. માતૃસ્વામિક ચિત્રણ મહાભારતનાં રચયિતા ઋષિ વેદ વ્યાસ મુજબ ગાયને પૃથ્વીની માતા જણાવાઈ છે અને તેનાં રક્ષણમાં જ સમાજની ઉન્નતિ છે.

ગાય દૂધ આપે છે ગાયનું દૂધ અમૃત સમાન છે. ગાયથી પ્રાપ્ત દૂધ, ઘી, માખણથી માનવ શરી પુષ્ટ બને છે. જો બાળકને બાળપણમાં ગાયનું દૂધ પિવડાવવામાં આવે, તો બાળકની બુદ્ધિ કુશાગ્ર થાય છે.

ગાય આપણને ઘણું બધું આપે છે, પણ બદલામાં કંઈ જ નથી લેતી ગાય પાસેથી આપણને ઘણુ બધુ મળે છે; જેમ કે ઘી, દૂધ, દહીં અને માખણ, પરંતુ બદલામાં તે આપણી પાસેથી શાકભાજીની છાલ અને ઘાસની જ આશા રાખે છે.

શાકાહારી હિંદુ ગ્રંથમાં માંસ ખાવાની મનાઈ છે. શાકાહારી બનીને આપણે ઘણા બધા રોગોમાંથી મુક્ત થઈ શકીએ છે. ધાર્મિક ગ્રંથોમાં જીવ હત્યાને પાપ ગણાવાઈ છે. તેથી ઘણા બધા લોકો શાકાહારી હોય છે.•

You might also like