ધો.૧૧ સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર

અમદાવાદ: શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સાયન્સ પ્રવાહમાં સેમેસ્ટર સિસ્ટમ રદ કરવામાં આવી છે. તેના પગલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની પદ્ધતિમાં પણ ફેરફાર કરાયાે છે. આ અન્વયે હવે ધો.૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માર્ચ-ર૦૧૭ની પરીક્ષા નવી પદ્ધતિ પ્રમાણે લેવાશે, જેમાં પ૦ ટકા હેતુલક્ષી પ્રશ્ન અને પ૦ ટકા વર્ણનાત્મક પ્રશ્ન રહેશે.

અત્યાર સુધી ધો. ૧૧ અને ૧રની સાયન્સની પરીક્ષા પદ્ધતિમાં ૧૦૦ માર્ક્સના પેપરમાં ૭પ ટકા વર્ણનાત્મક અને રપ ટકા હેતુલક્ષી (ઓએમઆર) પ્રશ્ન પૂછવામાં આવે છે, જેમાં શિક્ષણ બોર્ડે હવે સુધારો કર્યો છે. નવા સુધારા મુજબ હવે બંને પ્રશ્નોનું ધોરણ પચાસ-પચાસ ટકા રહેશે. નવી પદ્ધતિ મુજબની પરીક્ષા લેવાનું આ વર્ષથી લાગુ થઇ જશે. પ્રશ્નપત્ર ૮૦ માર્ક્સ અને આંતરિક મૂલ્યાંકનના ર૦ માર્ક્સ રહેશે. ધો.૯ થી ૧રમાં સેમેસ્ટર સિસ્ટમ આ વર્ષથી રદ કરાઇ છે, જેના કારણે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરાયાે છે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા બાબતે અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે આ ફેરફાર કરાયો છે. ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષામાં કોઇ ફેરફાર કરાયો નથી તે ૭પ/રપના રેશિયો પ્રમાણે લેવાશે.

home

You might also like