ટુ-વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓની માહિતી હવે શાળાઓએ આપવી પડશે

અમદાવાદ, શનિવાર
ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતના કારણે એક લાખથી વધુ લોકોનાં મૃત્યુ થાય છે અને સાડા ચાર લાખ લોકો ઘાયલ થાય છે તથા માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૦૦ લોકો જીવ ગુમાવે છે તેમાં મોટા ભાગના ૧૮થી ૩૫ વર્ષના વયજૂથના હોય છે, એમાં ૧૮ વર્ષથી નીચેની ઉંમરનાં બાળકો ટુ-વ્હીલર લઈને સ્કૂલે આવતાં-જતાં હોવાનું સ્વાભાવિક થઈ ગયું છે.

કિશોર વયનાં બાળકો લાઇસન્સ વગર બેફામ રીતે પોતાનું ટુ-વ્હીલર હંકારતાં જોવા મળે છે, જેને લઈ ઘણીવાર સડક ઉપરથી પસાર થતા રાહદારી કે અન્ય વાહનચાલક અકસ્માતનો ભોગ બને છે એટલું જ નહીં, લાઇસન્સ વગર વાહન ચલાવનાર કુમળી વયનાં બાળકોનું પ્રમાણ વધી રહ્યું છે.

તેમના પર કોઈ રોક ન હોવાના કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતાં હોય છે ત્યારે રાજય સરકારે માર્ગ અકસ્માત ઘટે અને વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ તે માટે રાજ્યની તમામ સ્કૂલમાં અને તેમાંય ખાસ કરીને પ૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી સ્કૂલમાં ટુ-વ્હીલર લઇને આવતા તમામ વિદ્યાર્થીઓનાં નામ- સરનામા- ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની માહિતી તૈયાર કરવા નાયબ શિક્ષણ નિયામકે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપ્યાે છે.

વિદ્યાર્થીઓ ટુ-વ્હીલર લઈને ધમધમાટ નીકળવાની ઉતાવળમાં અકસ્માત સર્જતા હોવાનું સામે ત્યારે ઘણા ૧૮ વર્ષ નીચેના વિદ્યાર્થીઓ પાસે ‌િગયર લેસ લાઈસન્સ હોય છે, પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ લાઈસન્સ ન હોવાના કારણે તેઓ આડેધડ વાહન હંકારતા જોવા મળે છે.

પરંતુ શિક્ષણ વિભાગના આ પરિપત્રમાં પ૦૦ કરતાં વધુ વિદ્યાર્થી હોય તે સ્કૂલમાં નિયમ લાગુ થશે, પરંતુ જે સ્કૂલમાં પ૦૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ હશે તે સ્કૂલમાં આ નિયમ લાગુ થશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે, કારણ કે ઘણી સ્કૂલમાં પણ પ૦૦ કરતાં ઓછા વિદ્યાર્થી હોય તે પણ ટુ-વ્હીલર લઇને આવતા હોય છે તો આવા વિદ્યાર્થીઓની પણ માહિતી આપવી પડશે.

હવે આ નવા નિયમનો કદાચ થોડા મહિના સુધી અમલ કરાશે. ત્યાર બાદ મોટા ભાગની સ્કૂલના કમ્પાઉન્ડમાં વિદ્યાથીઓ અવરજવર કરતા હોય તેવાં ટુ-વ્હીલરનો ખડકલો નજરે પડશે પણ વિદ્યાર્થીઓ પર કોઈ લગામ રહેશે નહીં.

You might also like