વાન કે રિક્ષામાં વધુ બાળકો બેેઠેલાં જણાશે તો શાળાની માન્યતા રદ

અમદાવાદ: તાજેતરમાં દેશભરનાં કેટલાંક રાજ્યોમાં બાળકોની સલામતી જોખમાઇ રહી છે. શાળામાં આવતાં બાળકોને લઇ જતાં ખાનગી વાહનો જેવાં કે રિક્ષા કે વાનમાં વધુ સંખ્યા ભરાય તે જોવાની જવાબદારી શાળા સંચાલકની રહેશે. સંજોગોવશાત્ વાન કે રિક્ષામાં વધુ બાળકો બેઠેલાં જણાય તો તે અંગે સંચાલકે આર.ટી.ઓ.ને તુરંત જાણ કરવાની રહેશે અને જો સંખ્યાથી વધુ બાળકો બેઠેલાં જણાશે તો શાળાની માન્યતા પણ રદ થશે.તેના માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા એક ફોર્મ પણ બહાર પાડ્યું છે, જેમાં શાળાએ તમામ વિગતો ભરીને જિલ્લા શિક્ષણધિકારીને મોકલવાનું રહેશે.

શહેરમાં તાજેતરમાં સ્કૂલ વાનના અકસ્માતની ઉપરા છાપરી ઘટનાઓ બને છે. જેને પગલે આર.ટી.ઓ. દોડતું થયુ હતું. જો કે, થોડા દિવસોમાં સ્કૂલવર્ધી વાન પરની કડકાઇ નબળી પડતી જોવા મળી હતી. તાજેતરમાં દેશના વિવિધ રાજ્યોમાં ઘટેલી કેટલીક ઘટનાઓ બાદ બાળકોની સલામતી જોખમમાં મુકાઇ હતી. જેના અનુસંધાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં પરિવહન ઉપરાંતની શાળા સંચાલકોએ કરવાની અન્ય નવ કાર્યવાહીઓ પણ દર્શાવી હતી. ફિલ્ડ લેવલના કર્મચારીઓ મારફતે શાળાનું બિલ્ડિંગ, વાતાવરણ, તાલીમ, ટ્રાન્સપોર્ટેશન વગરે સંદર્ભે ચકાસણી કરાવવાની રહેશે, તાજેતરમાં કેટલાંક રાજ્યોમાં બાળકો સાથે શાળામાં થયેલી કુકર્મની ઘટનાઓ બાદ શાળામાં સલામતી અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવા જેવી કેટલીક કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી છે. સૂચનાઓ પૈકી જો કોઇ એક પણ સૂચનાનું પાલન થાય તો શાળાની માન્યતા રદ કરવામાં આવશે તેવું પણ પરિપત્રમાં જણાવ્યું છે.

આ ઉપરાંત વિદ્યાર્થીઓની સલામતી અને સુવિધાઓની માટે પૂરતી જોગવાઈ ન હોય તેવી શાળાને ૩૦ દિવસમાં જરૂરી સુવિધાઓ ઊભી કરવી અને જો ૩૦ દિવસ પછી ડીઈઓ શાળામાં જઈને સુવિધાઓ છે કેમ તેની તપાસ કરવામાં આવશે. ઉપરોક્ત કાર્યવાહી અંગે જિલ્લા શિક્ષણધિકારી અંગત રીતે જવાબદાર રહશે તેવું બોર્ડ દ્વારા પરિપત્રમાં જણાવ્યું છે.

You might also like