સ્કૂલવાન-રિક્ષા ચાલકોની હડતાળથી બીજા દિવસે પણ વાલીઅો પરેશાન

અમદાવાદ: સ્કૂલવર્ધી વાહનોમાં વધારે બાળકો બેસાડવા બાબતે હાઇકોર્ટે લાલ આંખ કરતાં શહેર ટ્રાફિક પોલીસે હરકતમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે, જેના અંતર્ગત સ્કૂલવર્ધી વાહન એસોસિયેશન દ્વારા ગઈ કાલથી સમગ્ર શહેરમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવામાં અાવી છે, જેના લીધે વિદ્યાર્થીઅો અને વાલીઅોની પરેશાની વધી ગઈ હતી, જે અાજે સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. જ્યારે સરકાર દ્વારા પોતાની માગણી નહીં સ્વીકારવામાં અાવે તો સ્કૂલવર્ધી વાહન એસોસિયેશન દ્વારા હડતાળને ચાલુ રખાશે તેમજ અાગામી દિવસોમાં મહારેલીનું અાયોજન કરવામાં અાવનાર છે. સ્કૂલવર્ધી વાહન એસોસિયેશનના પોતાના પ્રશ્નોના કારણે હાલ તો વિદ્યાર્થીઅો અને વાલીઅો પીસાઈ રહ્યા છે.

હાલમાં શહેરની ઘણી સ્કૂલોમાં ધોરણ-10 અને 12 સહિત તમામ ધોરણોમાં સેમેસ્ટરની પરીક્ષાઅો ચાલી રહી છે ત્યારે સ્કૂલવર્ધી વાહનચાલકોએ હડતાળ પાડી છે. અા હડતાળ અાજે બીજા દિવસે પણ ચાલુ રહી છે. અા હડતાળથી સ્કૂલવર્ધી વાહનચાલકોની માગણીઅો સરકાર દ્વારા સ્વીકારાશે કે નહીં તેની તો ખબર નથી પણ વાલીઅોએ અા હડતાળથી શોષાવાનો વારો અાવ્યો છે. સ્કૂલવર્ધી વાહનચાલકોને રૂ‌િપ‍યા અાપવા છતાં બાળકોને મૂકવા માટે પોતાની જોબ કે નોકરીમાં સમય કાઢવો પડી રહ્યો છે.

અા અંગે સ્કૂલવર્ધી વાહન એસોસિયેશનના અગ્રણીના જણાવ્યા મુજબ અાજે સાંજે એસોસિયેશનની બેઠક મળનાર છે. અા બેઠકમાં અાગામી રણનીતિ ઘડવામાં અાવશે. અા ઉપરાંત સરકાર દ્વારા માગણીઅો અંગે વિચારણા કરવામાં નહીં અાવે તો અાગામી દિવસોમાં સ્કૂલવર્ધી વાહનચાલકો દ્વારા મહારેલીનું પણ અાયોજન કરવામાં અાવશે, જે અંગે અાજે સાંજે નક્કી કરવામાં અાવશે.

You might also like