સ્કૂલ રિક્ષાને વાનની ટક્કર, ચાર વિદ્યાર્થિનીઓને ઈજા

અમદાવાદ: શહેરના દૂધેશ્વર વિસ્તારના તાવડીપુરા નજીક વિદ્યા‌િર્થનીની રાહ જોતી સ્કૂલ ‌િરક્ષાને અમૂલ મિલ્ક વાનના ચાલકે ટક્કર મારી હતી. અકસ્માતમાં ચાર વિદ્યા‌િર્થનીઓ અને ‌િરક્ષા ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખસેડાયા હતા. આ અંગે ટ્રાફિક ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જમાલપુર વિસ્તારમાં આવેલી એફ.ડી. સ્કૂલની વિદ્યા‌િર્થનીઓને લઇ સ્કૂલ ‌િરક્ષાના ચાલક અન્ય એક વિદ્યા‌િર્થનીને લેવા માટે દૂધેશ્વરના તાવડીપુરા નજીક ઊભા હતા. ‌િરક્ષામાં ‌િરક્ષાચાલક અને ચાર વિદ્યા‌િર્થનીઓ બેઠાં હતાં. દરમ્યાનમાં અચાનક જ સામેેથી અમૂલ મિલ્ક વાન પુરપાટ ઝડપે આવી હતી અને ‌િરક્ષાને ટક્કર મારી હતી. ટક્કર વાગતાં વિદ્યા‌િર્થનીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા.

આ અકસ્માતમાં બે વિદ્યા‌િર્થનીઓને સામાન્ય ઇજા થઇ હતી, જ્યારે બે વિદ્યા‌િર્થની તથા ડ્રાઇવરને થોડી ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પોલીસને થતાં એલ ટ્રાફિક ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ મિલ્ક વાનનો ડ્રાઇવર ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

You might also like