અમદાવાદનાં બાપુનગરની રઘુનાથ હિન્દી સ્કુલનાં ટ્રસ્ટીને મળ્યો ધમકીભર્યો પત્ર

ગુજરાતઃ શહેરમાં ગુનાખોરી દિવસે અને દિવસે વધી રહી છે. શહેરનાં બાપુનગર વિસ્તારમાં આવેલી રઘુનાથ હિન્દી સ્કુલનાં ટ્રસ્ટી ચેતન યાદવને પત્ર દ્વારા પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તેઓને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું ઉલ્લેખ કરતો પત્ર ચેતને મીડિયા સમક્ષ રજુ કર્યો છે.

બાપુનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સ્કુલનાં બાળકોનાં જીવનો જોખમ હોવાંથી સ્કૂલનાં ટ્રસ્ટી ચેતન પોતે સુરક્ષાની માંગણી કરી રહ્યાં છે. પરંતુ પોલીસ દ્વારા સુરક્ષા ન મળતી હોવાથી તેઓ ખાનગી સુરક્ષા રાખતાં હોવાનું ચેતને જણાવ્યું હતું.

રઘુનાથ હિન્દી શાળાનાં ટ્રસ્ટી ચેતન યાદવને જાનથી મારી નાખવાની ધમકી પત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે બાપુનગર પોલીસે પણ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બાપુનગરનાં પીઆઈ વી.જે. જાડેજાએ જણાવ્યું કે અમે તેમને સંપૂર્ણપણે સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી છે. આ સંદર્ભનાં સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યાં છે. આ પત્ર પાછળ કોણ છે અને કોણે આવી મજાક કરીને પત્ર લખ્યો છે તે અંગેની પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

You might also like