સ્કૂલના પ્રિન્સિપાલ બેન્કમાંથી ૧૦ હજાર ઉપાડી જતા હતા ત્યારે બાઈકર્સ લૂંટી ગયા

અમદાવાદ: નોટબંધીને લઇને શહેરની બેન્કમાં પૈસા ઉપાડવાની લાંબી લાઇન જોવા મળે છે. લોકો બેન્કમાંથી પૈસા લઇ જતા હોય ત્યારે આ તકનો લાભ ચોર-લૂંટારુઓ ઉઠાવે છે. દ‌િરયાપુરની એફ.ડી. હાઇસ્કૂલના પ્રિન્સિપાલ નવરંગપુરાના લો ગાર્ડન નજીક બેન્કમાંથી પૈસા લઇ બહાર નીકળી પરત જઇ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખસ રોકડા ૧૦,૬૦૦જેટલું પર્સ લઇ ફરાર થઇ ગયા હતાં. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખાલીદખાન અબ્દુલરહેમાન ખાન મુન્શી (રહે. મુન્શી ટેકરા, ધોળકા) દરિયાપુર વિસ્તારમાં આવેલ એફડી રુસનાઇવાલા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે તેઓ સવારે ૧૧-૧પ કલાકે નવરંગપુરાના લો ગાર્ડન નજીક એકસિસ બેન્કમાં તેમના સ્કૂલના ટીચર ઇરફાનભાઇ સાથે ગયા હતા. બેન્કમાંથી ૧૪,૦૦૦ ઉપાડ્યા હતા. જેમાં રૂ.ર૦૦૦ના દરની બે નોટ તેેઓએ ખિસ્સામાં મૂકી બાકીના પૈસા કાળા પર્સમાં મૂકી તેઓ દરિયાપુર જવા બાળક પર નીકળ્યા હતા.
દરમ્યાનમાં એક બાઇક પર બે અજાણ્યા શખસ આવ્યા હતા. અને અચાનક જ ખાલીદખાનના હાથમાંથી રૂ.૧૦,૬૦૦ ભરેલું પર્સ ઝુંટવી ફરાર થઇ ગયા હતા. થોડે સુધી પીછો કરતા તેઓ મળ્યા ન હતા. બાદમાં તપાસ કરતાં ખાલી પર્સ તેમને હાથ લાગ્યું છે. આ અંગે નવરંગપુુરા પોલીસે ગુનો નોંધ્યો છે.

ઘાટલોડિયાના સત્તાધાર ચાર રસ્તા નજીક આવેલા જોગણી માતાના મંદિરમાં જે દિવસે સીસીટીવી કેમેરા લગાવ્યા તે જ દિવસે દાન પેટી જેમાં રોકડ રૂ.૧૦,૦૦૦ હતા તેની ચોરીની ઘટના બનવા પામી છે. ચોરી કરનાર કોલેજિયન બેગ ભરાવેલો યુવક કેમેરામાં કેદ થઇ ગયો હતો. મંદિરના સીસીટીવી કેમેરા લગાવવાનું કામ ચાલુ હોવાથી તેઓએ મંદિર ખુલ્લું રાખ્યું હતું . દરમ્યાનમાં કોઇ વ્યક્તિ ચોરી કરી દાનપેટી લઇ ફરાર થઇ ગઇ હતી. નારણપુરા વિસ્તારમાં આવેલી ખેતાન એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં કામ કરતા કિશનભાઇ ધનજીભાઇ ખટિક (રહે. વાસણા)એ ગોડાઉનમાં રાખેલા લોપટોપ, પ્રિન્ટર અને એલસીડી મળી રૂ.ર૦,૦૦૦ની મત્તાની ચોરી કરી હોવાની ફરીયાદ કંપની માલિકે નોંધાવી છે. નારણપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like