શાળાઅોમાં પહેલા ધોરણથી ઇતિહાસ ભણાવવો જોઈએઃ સંઘ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઇચ્છે છે કે નવી શિક્ષણનીતિમાં ઇતિહાસ ભણાવવા પર ભાર મૂકવો જોઈઅે અને પહેલા ધોરણથી જ વિદ્યાર્થીઅો માટે ઇતિહાસ ભણાવવાનું જરૂરી બનાવવું જોઈઅે. અા અંગે અારઅેસઅેસ સાથે જોડાયેલા સંગઠન અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાએ અને માનવસંસાધન વિકાસ મંત્રાલયને અા સૂચન કર્યું છે. તેમને અાશા છે કે તેનું મહત્ત્વ સમજતાં વિદ્યાર્થીઅોને ઇતિહાસની જાણકારી શરૂઅાતથી જ અાપવા પર ફોકસ કરવામાં અાવશે.
ઉલ્લેખનીય છે કે નવી શિક્ષણનીતિનો ગ્રાફ લગભગ તૈયાર છે. તેને તૈયાર કરી રહેલી કમિટી ખૂબ જ જલદી અા ગ્રાફ અેચઅારડી મંત્રાલયને સોંપશે.

ઇતિહાસ સંકલન યોજનાના સંગઠન મંત્રી બાલમુકુંદે કહ્યું કે ઇતિહાસની જવાબદારી સ્વાભિમાન વધારવાની છે, તેથી પૂર્વજોના પરાક્રમને ઇતિહાસમાં વધુ જગ્યા મળવી જોઈઅે. પહેલા ધોરણથી જ ઇતિહાસ ભણાવવો જરૂરી કરવો જોઈઅે, કેમ કે ઇતિહાસની ફરજ છે કે ભૂતકાળને વર્તમાનમાં સ્થાપિત કરીને ભવિષ્યનું નિર્માણ કરવું. તેમણે કહ્યું કે અમે એવી સૂચના અાપી છે કે પહેલા ધોરણથી ઇતિહાસ ભણાવવો જોઈઅે. બાળકો પોતાના સ્થાનિક ઇતિહાસ વિશે જાણે તે ખૂબ જરૂરી છે.

હજુ સુધી તેમને પોતાના ઇતિહાસની જાણ નથી, પરંતુ તેઅો વિદેશીઅોના ઇતિહાસ માગે છે. શિક્ષાનો ઉદ્દેશ્ય ચરિત્ર નિર્માણ અને રાષ્ટ્રભક્તિ છે, તેથી બાળકોને તે ભણાવવું જોઈઅે. તેમણે કહ્યું કે પહેલા ધોરણમાં અંગ્રેજી જરૂરી કરવાના બદલે ઇતિહાસને જરૂરી બનાવવો જોઈઅે. અારઅેસઅેસના નેતાઅે કહ્યું કે અમે અંગ્રેજીનો વિરોધ કરતા નથી, પરંતુ અંગ્રેજી ભાષાના રૂપમાં શરૂ થવી જોઈઅે, શિક્ષણના રૂપમાં નહીં.

અંગ્રેજી વિદ્યા નથી, તે માત્ર વિદ્યાનું માધ્યમ છે. અંગ્રેજીમાં ઉપલબ્ધ જાણકારી પ્રાપ્ત કરવા માટે અને તેને સમજવા માટે અંગ્રેજી જરૂરી છે. તે માત્ર સંપર્કની ભાષા છે, તેથી પહેલા ધોરણના વિદ્યાર્થીઅોને અંગ્રેજી કરતાં વધારે જરૂર ઇતિહાસની છે.

You might also like