શાળા ફી નિર્ધારણ બિલ પર રાજ્યપાલની મહોર

ગાંધીનગરઃ શાળા ફી નિર્ધારણ બિલ પર રાજ્યપાલની મોહર વાગી ગઇ છે. રાજ્યપાલે આ મહત્વના બિલ પર કરી સહી કરી દીધી છે. અને ફી નિયમન બિલને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે. જેને પગલે હવે ફી નિયમનના કાયદાનો માર્ગ મોકળો બનશે. આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ નિવેદન આપ્યું છે કે ફી નિર્ધારણ બીલને મંજૂરી મળી ગઇ છે. તેથી હવે શાળાઓ મંજૂરી મળી નથી. તેવું કહેવાનું બંધ કરી દે. ચાલુ સપ્તાહમાં નિયમો બનાવવામાં આવશે. જોકે લઘુમતિ શાળાઓને આ બિલમાંથી બાકાત રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણા સમયથી રાજ્યમાં ફી વધારા મુદ્દે વાલીઓ વિરોધ કરી રહ્યાં હતા. તેમ છતાં સ્કૂલના સંચાલકો નિયમોની ઐસીતૈસી કરીને 15 ટકા વધારો રાખ્યો હતો. ત્યારે આ સમગ્ર મુદ્દે સરકારે લાલ આંખ કરી છે, અને કહ્યું કે છે કે, જે સ્કૂલ વધારે ફી લેશે. તેણે વાલીઓને બમણી ફી પરત આપવી પડશે. ફી વધારા નિયંત્રણ પર સરકાર મક્કમ થઇ છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ફી વધારા મુદ્દે વિવાદ સર્જાયો હતો. જેને લઇને વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત ખટરાગ ચાલી રહ્યો હતો. જેના પગલે શિક્ષણવિભાગે સ્કૂલ સંચાલકો સામે લાલ આંખ કરી છે.

જો સંચાલકો રાજ્ય સરકારના નિયમોનું પાલન નહીં કરે તો પહેલી વખત 5 લાખ, બીજી વખત 10 લાખ અને ત્રીજી વખતમાં શાળાની માન્યતા રદ કરી દેવાશે. શાળા ફી બાબતનું સુધારા વિધેયક મધ્યમવર્ગના વાલીઓને ધ્યાનમાં રાખીને પસાર કરાયું છે તેમાં કોઇ જ ફેરફાર થશે નહીં. સરકાર પોતાના નિર્ણય પર અડગ જ રહેશે. વાલીઓને પણ કહ્યું કે તેઓ ત્રિમાસિક ફી થી વધારે ના ભરે.

http://sambhaavnews.com/

You might also like