શાળાઅોના શૈક્ષણિક સ્ટાફ, સ્કૂલ બસના ડ્રાઈવર-કન્ડક્ટરોની વિગતો મગાવાઈ

અમદાવાદ: હરિયાણાની રેયાન ઇન્ટરનેશનલ સ્કૂલના ધો.રના વિદ્યાર્થીની હત્યા બાદ અચાનક સરકારનું પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સરકારના એક પરિપત્રના અમલ માટે તમામ જિલ્લાના પોલીસ તંત્રને બાળકોની સુરક્ષા વ્યવસ્થા અંગેની જાણકારી મેળવવા આદેશ કરાયો છે.

અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા મુજબ પોલીસ તંત્ર દ્વારા રાજ્યની તમામ અને ખાનગી શાળાઓની માહિતી મેળવવા બાબતે પત્ર લખવામાં આવ્યો છે અને તમામ માહિતી સત્વરે મોકલી આપવા જણાવાયું છે.શાળાઓમાં ભણતાં કે.જી. થી શરૂ કરી ધો.૧ર સુધીની અમદાવાદ શહેરની ૭પ૦થી વધુ અને રાજ્યની પર હજારથી વધુ શાળાઓને નોટિસ આપવામાં આવી છે.

આ નોટિસમાં કેટલીક માહિતીઓ રજૂ કરવા જણાવાયું છે. જેમાં શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોનાં નામ, સરનામાં, મોબાઇલ નંબર, બાળકોને શાળામાં લાવતાં અને લઇ જતાં રિક્ષા વાન બસના ડ્રાઇવર, કન્ડકટરનાં નામ, સરનામાં, મોબાઇલ નંબર અને ફોટોગ્રાફ, સિક્યોરિટી, વોચમેનનાં નામ સરનામાં અને મોબાઇલ નંબર, શાળામાં કેટલાં ટોઇલેટ છે તેની વિગત બોય અને ગર્લ્સ માટેનાં ટોઇલેટ અલગ છે કે કેમ ? અને તેની સંખ્યા કેટલી ? શાળામાં વર્ગ ખંડ કેટલા વગરે બાબતોનો તમામ શાળા-સંચાલકોએ તાત્કાલીક રિપોર્ટ કરવા જણાવાયું છે. રાજ્યમાં આવેલી સરકારી શાળાઓની સંખ્યા ૧૧ હજારથી વધુ છે. જેમાં ચાર હજારથી વધુ અને છ હજારથી વધુ હાયર સેકન્ડરી છે. શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ૮૩,૬૬૧ અને વિદ્યાર્થીઓની સંખ્યા ર૭ લાખ જેટલી છે.

રાજ્યભરમાં અમલમાં મુકાયેલા પરિપત્રને લઇને તમામ જિલ્લા પોલીસ કમિશનરે તમામ પી.આઇ.ને તેમની હદની શાળાઓમાં એક પી.એસ.આઇ. અને ચાઇલ્ડ વેલ્ફેર અધિકારીને સાથે રાખીને શાળાનું રજિસ્ટર એક કરવાનું રહેશે.

You might also like