Categories: Gujarat

દિવ્યપથ સ્કૂલની બસ સાથે ટ્રક અથડાઈઃ ૧૫ વિદ્યાર્થીને ઈજા

અમદાવાદ: અમદાવાદ-બગોદરા હાઇવે પર નવાપુરા ગામના પાટિયા પાસે આજે સવારે મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથની સ્કૂલની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧પ વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સોલા સિવિલ અને ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ હાઇવે પર આવેલી આમલેટની દુકાન અને દારૂના અડ્ડામાં તોડફોડ મચાવી હતી. નજીકમાં આવેલા એક ઝૂંપડાને પણ આગ લગાવી દીધી હતી. ગ્રામજનોએ હાઇવે પર ચક્કાજામ કરી રોષ ઠાલવ્યો હતો. ઘટનાની જાણ ચાંગોદર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રકચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ સ્કૂલની બસ આજે વહેલી સવારે બાવળા ખાતે વિદ્યાર્થીઓને લેવા ગઈ હતી. વિદ્યાર્થીઓને લઇ બસ અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે ચાંગોદર નજીક નવાપુરા ગામના પાટિયા પાસે એક ટ્રકચાલક બેફામ સ્પીડમાં આવ્યો હતો અને સ્કૂલબસને સામેના ભાગે અથડાવી દીધી હતી. અકસ્માતને પગલે વિદ્યાર્થીઓએ ચીસાચીસ કરી મૂકી હતી. ગામના લોકો પણ અકસ્માત સ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ વિદ્યાર્થીઓના માતાપિતાને થતા તેઓ પણ તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બસમાં અંદાજે ૨૫ જેટલા વિદ્યાર્થીઓ હતા. આગળ બેઠેલા વિદ્યાર્થીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

બે વિદ્યાર્થી અને ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રક નવાપુરા ગામથી આવીને ફૂલ સ્પીડમાં વળાંક લેવા જતાં બસ સાથે અથડાઈ હતી. અકસ્માત થતાં બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. હાઇવે પર ઓવરસ્પીડમાં આવી રહેલ ટ્રક સાથે સ્કૂલબસનો અકસ્માત સર્જાતાં નવાપુરા ગામના લોકો ભેગા થઇ ગયા હતા અને ચક્કાજામ કર્યો હતો. ચાંગોદર પોલીસ અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામથી બહાર હાઇવે તરફ નીકળતા સમયે આવા અનેક અકસ્માત થાય છે છતાં કોઈ બમ્પ અથવા સર્કલ બનાવવામાં આવતાં નથી. ચાંગોદર પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે સ્કૂલબસના અકસ્માતો બનાવો અગાઉ પણ બની ચૂક્યા છે. સ્કૂલબસના ડ્રાઈવરો બેફામ ગતિએ બસ ચલાવતા હોય છે. મોટા ભાગની સ્કૂલો વહેલી સવારની હોઈ અને સવારના સમયે ટ્રાફિક ઓછો હોવાથી વિદ્યાર્થીઓને વહેલા સ્કૂલે પહોંચાડવાની ઉતાવળમાં પણ અકસ્માતો સર્જાતા હોય છે. સ્કૂલબસના અકસ્માતો વધતાં પોલીસ દ્વારા પણ સ્કૂલના સંચાલકોને આ બાબતે જાણ કરી અને સ્પીડ લિમિટમાં જ ડ્રાઈવરો બસ ચલાવે તેની સૂચના આપવા જણાવ્યું હતું. નિયત કરેલી સ્પીડમાં જ બસ ચલાવવા માટેના આદેશ કર્યા હોવા છતાં પણ અનેક સ્કૂલ બસના ચાલકો બેફામ ગતિએ બસ ચલાવતા હોય છે. સવારના સમયે જ સ્કૂલબસ ચાલતી હોવાથી હાઈવે પર ટ્રાફિક પોલીસ પણ હાજર ન હોઈ ઘટનાઓ બનતી હોય છે.

divyesh

Recent Posts

દુકાનમાં ભીષણ આગઃ ગેસનાં બે સિલિન્ડર બોમ્બની જેમ ફાટ્યાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલ સી.યુ.શાહ કોલેજની સામે ફાસ્ટફૂડની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગતાં ગેસના બે…

4 hours ago

નવા CBI ડાયરેકટર કોણ? આજે પીએમના અધ્યક્ષપદે બેઠક

(એજન્સી) નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઇ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ છે. એક બાજુ આજે સીબીઆઇના નવા ડાયરેકટરની…

4 hours ago

બિન ખેતી બાદ હવે પ્રીમિયમની કામગીરી પણ ઓનલાઈન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: રાજ્ય સરકારે જમીન મહેસૂલ સંહિતાની કલમ-૬૫ હેઠળ અપાતી બિન ખેતી (નોન એગ્રીકલ્ચર-એનએ)ની પરવાનગી મેળવવાની કાર્ય પદ્ધતિને હવે…

5 hours ago

ગળામાં ઈન્ફેક્શન, શરદી, ખાંસીથી હજારો અમદાવાદીઓ પરેશાન

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં કાતિલ ઠંડી ભેજના પ્રમાણમાં વધારો ,અને વાતાવરણમાં અચાનક પલટો આવતાં લોકો શરદી,તાવ ગળામાં દુખાવો જેવાં અનેક…

5 hours ago

શંકરસિંહ વાઘેલા 29મીએ અમદાવાદમાં NCPમાં જોડાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: જનવિકલ્પ મોરચાના અધ્યક્ષ અને રાજ્યના કદાવર નેેતા શંકરસિંહ વાઘેલા આગામી તા.ર૯ જાન્યુઆરીએ એનસીપીમાં જોડાવાના છે. આ અંગે…

5 hours ago

ઈસરો આજે લોન્ચ કરશે દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ ‘કલામસેટ’

(એજન્સી) નવી દિલ્હી: આજે ઈસરો દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ કલામસેટ લોન્ચ કરશે. પોલર સેટેલાઈટ લોન્ચ વિહિકલ (પીએસએલવી) સી-૪૪ હેઠળ કલામસેટ…

5 hours ago