અમદાવાદમાં CTM પાસે આનંદ નિકેતન શાળાની બસે GLS વિદ્યાર્થીને લીધો અડફેટે

અમદાવાદની CTM રામોલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારે આનંદ નિકેતનની શાળાની બસે જીએલએસ કોલેજના વિદ્યાર્થી ભાવેશ કરણીને અડફેટે લેતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. મહત્વનું છે કે, આ વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ક્રિકટ રમવા જઇ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

આ ઘટના સર્જાતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીના ઘટના આવી પહોંચ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જીએલએસનો વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા જઇ રહ્યો હતો ત્યારે આજરોજ વહેલી સવારે આનંદ નિકેતન શાળાની બસે ટકકર મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતુ. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like