સ્કૂલબસમાં સ્પીડ ગવર્નર સિસ્ટમ ફરજિયાત છતાં આદેશનું છડેચોક ઉલ્લંઘન

અમદાવાદ: અમદાવાદમાં બેફામ રીતે દોડતી સ્કૂલબસો બાળકો તેમજ શહેરીજનો માટે પ્રાણઘાતક બની રહી છે. થોડા દિવસ પહેલાં શહેરના ચાંગોદર વિસ્તારમાં એક બેફામ ટ્રકે દિવ્ય પથ સ્કૂલબસને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂલબસમાં એક વિદ્યાર્થીનું મૃત્યુ તેમજ ર૦થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજા થઈ હતી. આ દિવ્ય પથ સ્કૂલબસને અકસ્માત નડ્યા બાદ રાજ્ય સરકાર સફાળી જાગી હતી અને બેફામ દોડતી સ્કૂલબસો પર લગામ લગાવવાની તૈયારી કરી હતી. આવનારા દિવસોમાં રાજ્યભરમાં સ્કૂલબસોની સ્પીડની ચકાસણી હાથ ધરાશે.

રાજ્યના જિલ્લાઓની આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ વાહનોનાં સ્પીડ ચેકિંગ અભિયાન હાથ ધરાશે, સાથે જ સ્કૂલ વાન તથા સ્કૂલબસોની સ્પીડમાં ઘટાડો કરીને એક જ સ્પીડ રાખવાનાં સૂચન કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ આરટીઓ સરકારની ગાઇડ લાઇનને પણ અનુસરતું નથી, જેના કારણે તે શહેરમાં બેફામ રીતે દોડતાં વાહનોમાં સ્પીડ ગવર્નર લગાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા તા.૧ ઓક્ટોબર, ર૦૧પથી પબ્લિક ટ્રાન્સપોર્ટનાં બસ, ટ્રક, સ્કૂલબસ સહિતનાં વાહનોની સ્પીડ પર નિયંત્રણ મૂકવા સ્પીડ ગવર્નર ડિવાઇસ ફરજિયાત બનાવાયું છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ અમદાવાદ આરટીઓ રહી-રહીને હવે જાગ્યું છે. હવેથી તમામ કોમર્શિયલ વાહનો પર સ્પીડ ગવર્નર લગાવેલાં હશે તો પા‌િસંગ કરવામાં આવશે. અમદાવાદમાં કુલ ૧ર૦૦થી વધુ બસ આવેલી છે પણ તેમાંથી એકાદ સ્કૂલને બાદ કરતાં કોઇ સ્કૂલબસમાં સ્પીડ ગવર્નર સિસ્ટમ ફિટ કરાયેલી નથી ત્યારે વાહન વ્યવહાર વિભાગના આદેશના પગલે આરટીઓમાં હવે અમદાવાદની જૂની-નવી સ્કૂલબસમાં ફરજિયાત સ્પીડ ગવર્નર લગાવવામાં આવશે.

માતેલા સાંઢની જેમ રસ્તા પર દોડતાં ટ્રેક-ટેન્કર સહિતનાં કોમર્શિયલ વાહનો અને સ્કૂલબસના કારણે સર્જાતા અકસ્માત નિવારવા કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા ૧ ઓક્ટોબર, ર૦૧પથી કોમર્શિયલ વાહનોમાં સ્પીડ ગવર્નર ડિવાઇસ ફરજિયાત લગાવવાનો પરિપત્ર દ્વારા આદેશ કરાયો હતો. પરિપત્ર મુજબ વાહન ઉત્પાદકોએ વાહનોમાં સ્પીડ ગવર્નર ડિવાઇસ ફિટ કર્યા પછી ડિસ્ટ્રિબ્યૂટર-ડીલરને વેચાણ માટે સપ્લાય કરવાનાં રહેશે. જે વાહનોમાં સ્પીડ ગવર્નર ફરજિયાત બનાવાયાં છે તેમાં સ્કૂલબસ, ડમ્પર અને કોમર્શિયલ ઉપયોગમાં લેવાતાં હેવી વાહનોનો સમાવેશ થાય છે. સ્કૂલબસ, ડમ્પર સહિતનાં તમામ વાહનો માટે અલગ અલગ સ્પીડ નિર્ધારિત કરવામાં આવી છે.

ઉત્પાદકો નિયમ પ્રમાણેની સ્પીડ મુજબની સ્પીડ સેટ કરેલા ડિવાઇસ ફિટ કરીને વાહનો વેચાણમાં મૂકે છે. સ્પીડ ગવર્નર ડિવાઇસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ખાસ ગાઇડ લાઇન નક્કી કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ જવાબદારી ડિવાઇસ ઉત્પાદકોની નક્કી કરવામાં આવી છે. નિયમની અમલવારી શરૂ થઇ ત્યારથી માર્ચ-ર૦૧૭ સુધીમાં એટલે કે ૧૮ મહિનામાં અમદાવાદ આરટીઓમાં સ્પીડ ગવર્નર ડિવાઇસ ફિટ કરેલાં વાહનોનાં ર‌િજસ્ટ્રેશન થયાં છે, જેમાં સ્કૂલબસમાં સ્પીડ ગવર્નર લાગ્યાં જ નથી. માત્ર દિલ્હી પબ્લિક સ્કૂલની બસોમાં ગાઇડ લાઇન પ્રમાણે સ્પીડ ગવર્નર લાગેલાં છે અને અમદાવાદમાં દિલ્હી પબ્લિક સ્કૂલની ૪૦ જેટલી બસમાં સ્પીડ ગવર્નર લાગેેલાં છે તેવું સ્કૂલના ઓએસડી (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી)એ જણાવ્યું હતું.

જૂનાં વાહનોમાં પણ સ્પીડ ગવર્નર ડિવાઇસ ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાઇ ગયો છે, પરંતુ તેની અમલવારી મોકૂફ રાખવામાં આવી હતી. હવે ફરી વાર વાહન વ્યવહાર વિભાગે આરટીઓને આદેશ કર્યો છે અને નિયમના કારણે સ્પીડ ગવર્નર બનાવતી દિલ્હીની બે કંપનીને વાહન વ્યવહાર વિભાગ દ્વારા માન્યતા અપાઇ છે તેમને પણ બે કંપનીઅોને સસ્પેન્સ કરવામાં અાવ્યા હતા અને ત્યારબાદ અન્ય કંપનીઅોને કોન્ટ્રાક્ટ અાપીને સ્પીડ ગવર્નર લગાવેલાં હશે તો જ પાસિંગ કરવામાં આવશે.

રાજ્યમાં પ્રવાસી બસ, ટ્રાવેલ્સ, ટ્રાન્સપોર્ટ અને સ્કૂલોમાં જૂનાં વાહનોની સંખ્યા વધુ છે, વાહનોમાં સ્પીડ ગવર્નર હોવાથી મે-ર૦૧૬ના નવા પરિપત્રથી નવેમ્બર-ર૦૧પ પહેલાંનાં ઉપરોક્ત પ્રકારનાં તમામ વાહનોમાં સ્પીડ ગવર્નર ડિવાઇસ ફરજિયાત કરવાનો હુકમ કરાયો હતો, પરંતુ ૮ લાખ જેટલાં કોમર્શિયલ વાહનોને સ્પીડ ગવર્નર હજુ લગાવાયાં નથી.

સરકારના નિયમ પ્રમાણે ૧ ઓક્ટોબર, ર૦૧પથી તમામ નવાં વાહનો જેવાં કે ટ્રક, બસ, ડમ્પર, મિની બસ વગેરે ઉપર ૮૦ કિ.મી. પ્રતિકલાક ઝડપના સ્પીડ ગવર્નર ઇન્સ્ટોલ કરેલાં હશે તે જ ખરીદવાં પડશે. જ્યારે સ્કૂલનાં વાહનો માટે આ સ્પીડની મર્યાદા ૪૦ કિ.મી. રહેશે. સરકારી વાહનો જેવાં આપાતકાલીન પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાતાં વાહનો, પોલીસ વાહન, પોલીસ જીપ, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ તેમજ ૯ સીટેડ પેસેન્જર વાન માટે આ નિયમ લાગુ પડશે નહીં.

અમદાવાદ એઆરટીઓ પ્રતાપ રાણાએ જણાવ્યું કે હવેથી તમામ જૂની- નવી બસોમાં ફર‌િજયાત સ્પીડ ગવર્નર લાગેલ હશે તો પાસિંગ કરવામાં આવશે. સરકારમાંથી બે એજન્સીને કામ અપાયું છે, તેમની પાસેથી સ્પીડ ગવર્નર લગાવેલાં હોવાં જોઇએ.

સ્કૂલબસ માટેની CBSEની ગાઈડ લાઈન્સનાં લીરેલીરા ઉડાવાય છે!
દરેક સ્કૂલબસમાં સ્પીડ ગવર્નર હોવું જોઇએ. બસની લિમિટ ૪૦ કિ.મી. પ્રતિકલાક નિર્ધા‌િરત કરવામાં આવી છે, પરંતુ બસ ૪૦ કિ.મી.થી વધુ દોડતી જોવા મળે છે.

જીપીએસ અને સીસીટીવી કેમેરા દરેક બસમાં હોવા જોઇએ અને ચાલુ સ્થિતિમાં હોવા જોઇએ, પરંતુ સ્કૂલબસમાં બંનેમાંથી એક પણ સિસ્ટમ લગાવેલી નથી.

બસમાં વિદ્યાિર્થનીઅે સુરક્ષા આપવા અને સહી-સલામત ઘર સુધી ઉતારવા લેડી ગાર્ડ હોવા જરૂરી છે, જેની જવાબદારી બાળકોને સુર‌િક્ષત રીતે પહોંચાડવાની છે.

બસમાં ડ્રાઇવર પાસે તેની બસમાં આવતા દરેક વિદ્યાર્થીનાં નામ, ઉંંમર, એડ્રેસ, બ્લડ ગ્રૂપ, કયા ધોરણમાં અભ્યાસ કરે છે, ફોનનંબર અને રૂટ પ્લાન હોવો ફર‌િજયાત છે. એક પણ બસના ડ્રાઇવર નિયમને અનુસરતા નથી.

સીબીએસસીની ગાઇડલાઇનનું પાલન ન  કરનાર સ્કૂલનું એફિલિયેશન રદ થઇ શકે છે.

પ્રિતેશ પ્રજાપતિ

You might also like