જીટીયુ, લિટલ ફ્લાવર સ્કૂલ, દિવ્યપથ સ્કૂલ, સ્નેહ હોસ્પિટલ, માધુપુરા માર્કેટમાં મચ્છરોનાં બ્રીડિંગ મળ્યાં

અમદાવાદ: હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા મચ્છરજન્ય રોગચાળાના ઉપદ્રવ પર અંકુશ મૂકવા શહેરની શાળા, કોલેજ, હોટલ, રેસ્ટોરાં, કન્સ્ટ્રકશન સાઇટ, કોમર્શિયલ કોમ્પ્લેકસ વગેરે સ્થળોએ મચ્છરોના બ્રીડિંગના સંદર્ભે તપાસ હાથ ધરાઇ રહી છે. શહેરભરના રર૮ સ્થળોએ મચ્છરોના બ્રી‌િડંગની તપાસ કરાતાં તે પૈકી ૩ર સ્થળોએ મચ્છરોના બ્રી‌િડંગ મળી આવ્યા હતા. મચ્છરોના બ્રીડિંગના મામલે કુલ રૂ.પ૧,૬૦૦નો વહીવટીચાર્જ પણ વસૂલાયો હતો.

નવરંગપુરાની સ્ટુડન્ટ હાઉસ કન્સ્ટ્રકશન સાઇટને રૂ.ર૦,૦૦૦, બોડકદેવની આઇટીસી કન્સ્ટ્રકશન સાઇટને રૂ.૧૦,૦૦૦, જોધપુરના શાંગ્રીલા આર્કેડને રૂ.૩પ૦૦, શાહીબાગના નીલકંઠ એલાયન્સને રૂ.પ,૦૦૦નો દંડ કરાયો હતો.
કયા સ્થળેથી મચ્છર મળ્યાં?

પશ્ચિમ ઝોનઃ ક્રિષ્ના બિલ્ડિંગ કોમ્પ્લેકસ-પાલડી, શેત્રુંજય હિલ્સ કન્સ્ટ્રકશન સાઇટ-પાલડી, સ્નેહ હોસ્પિટલ-વાસણા, સ્ટુડન્ટ હાઉસ કન્સ્ટ્રકશન સાઇટ-નવરંગપુરા, બ્લોક હોસ્ટેલ યુનિ.-નવરંગપુરા, ટેલિફોન એકસચેન્જ-નારણપુરા, બેરોનેટ કોમ્પ્લેકસ-સાબરમતી, જૈન ઉપાશ્રય કન્સ્ટ્રકશન સાઇટ-ચાંદખેડા, ઇન્દ્રપ્રસ્થ-૯-રાણીપ, લિટલ ફલાવર સ્કૂલ-ચાંદખેડા, જીટીયુ એન્જી. કોલેજ- ચાંદખેડા.

નવા પશ્ચિમ ઝોનઃ શ્રીપદ ફલેટ કન્સ્ટ્રકશન સાઇટ-ગોતા, સિલ્વર ઓક કોલેજ કન્સ્ટ્રકશન સાઇટ-ગોતા, આનંદ સેફાયર કન્સ્ટ્રકશન સાઇટ-ગોતા, આસ્કા એલિગન્સ કોમર્શિયલ-ચાંદલોડિયા, શાયોના તિલક-૩ (કોમર્શિયલ)- ચાંદલોડિયા, સહજાનંદ બંગલો (કોમર્શિયલ)-થલતેજ, શ્યામવિહાર (કોમર્શિયલ)-થલતેજ, આઇટીસી કન્સ્ટ્રકશન સાઇટ-બોડકદેવ, દિવ્થપથ સ્કૂલ-બોડકદેવ, શાંગ્રીલા આર્કેડ (કોમર્શિયલ)-જોધપુર.

મધ્ય ઝોનઃ માશા અલ્લાહ નાસ્તા હાઉસ-જમાલપુર, બંસીધર રેસ્ટોરાં- દરિયાપુર, કર્ણાવતી ગાર્મેન્ટ-દરિયાપુર, રવિ એસ્ટેટ-શાહપુર, માધુપુરા માર્કેટ- શાહપુર, નીલકંઠ એલાયન્સ-શાહીબાગ.

ઉત્તર ઝોનઃ ભારત હોટલ-સરદારનગર, રામેશ્વર ટી સ્ટોલ-નરોડા, આહુજા ભોજનાલય-નરોડા.

પૂર્વ ઝોનઃ અંકુર સ્કૂલ સ્ક્રેપ-અમરાઇવાડી, જય અંબે સિરા‌િમક-ભાઇપુરા, અસ્લમ બેકરી-ગોમતીપુર, મહાલક્ષ્મી બેકરી-ઓઢવ, શાહઆલમ કન્સ્ટ્રકશન સાઇટ-રામોલ, કેશર કોમ્પ્લેકસ-વસ્ત્રાલ.

દક્ષિણ ઝોનઃ આકાશ મેટ્રો સિટી-લાંભા.

You might also like