બોર્ડની પરીક્ષા માટે ૧૭.૫૪ લાખ વિદ્યાર્થી નોંધાયાઃ રિપીટર્સ વધ્યા

અમદાવાદ: માર્ચ-ર૦૧૭માં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે ધો.૧૦ અને ધો.૧ર સાયન્સ કોલેજ તેમજ ધો.૧ર સામાન્ય પ્રવાહના મળીને ૧૭.પ૪ લાખ વિદ્યાર્થી નોંધાયા છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૪,૩૮૪નો વધારો થયો હોવાનું જણાયું છે તો બીજી તરફ ધો.૧૦ની પરીક્ષામાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે રિપિટર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે હજુ શાળાઓએ એ વિદ્યાર્થીનાં પરીક્ષા અંગેનાં રજિસ્ટ્રેશન કર્યા પછી શિક્ષણ બોર્ડને રજૂ કરવાનાં થતાં ચલણ સ્વીકારાવાનું ચાલુ હોઇને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે.

આગામી વર્ષ ર૦૧૭માં લેવાનારી ધો.૧૦-૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાની ઓનલાઇન રજિસ્ટ્રેશન કામગીરી ૧પ નવેમ્બરે પૂરી થઇ હતી. આ અંગે પરીક્ષા સચિવ સામાન્ય પ્રવાહ ભરત કૈલાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થયા બાદ ધો.૧૦માં ૧૧ લાખ અને ધો.૧ર સામાન્ય પ્રવાહ માટે પ.૧પ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું છે. જોકે હજુ પણ કેટલીક શાળાનાં બાકી રહેલાં ચલણ સ્વીકારવાનું ચાલુ છે. તેથી ચોક્કસ આંક ટૂંક સમયમાં જાહેર કરી શકાય. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં સેમેન્ટર-૪ની કુલ ૧.૩૯ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે.

શિક્ષણ વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ આ વર્ષે ગત વર્ષની તુલનાએ ધો.૧૦ના રિપિટર ‌વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. દર વર્ષે ર થી ૩ લાખ રિપિટર વિદ્યાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપે છે. આ વર્ષે પ થી ૭ હજાર વિદ્યાર્થીઓનો તેમાં વધારો થયો છે. વર્ષ ર૦૧૬-૧૭ના ગુજરાત શૈક્ષણિક બોર્ડે જાહેર કરેલા કેલેન્ડર અનુસાર બોર્ડના વિષયની શાળા કક્ષાએ પ્રિલિમનરી પરીક્ષા ધો.૧૦ અને ૧ર માટે ૧૩ થી ૧૬ ફેબ્રુઆરી ર૦૧૭ ધો.૧૧-૧ર વિજ્ઞાન પ્રવાહ સેમિસ્ટર અને ૪ માટે ૧૮ થી ર૩ ફેબ્રુઆરી ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા ૧પ થી ૩૦ માર્ચ અને ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ સેમિસ્ટર-રની પરીક્ષા ૮ એપ્રિલ અને ધો.૯-૧૧ની વાર્ષિક પરીક્ષા ૧૦ થી ૧૯ એપ્રિલ-ર૦૧૭માં યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૧૭ માર્ચમાં લેવાનારી બોર્ડની પરીક્ષા માટે આધારકાર્ડ નંબર ફરજિયાત બનાવાયો છે.

ગત વર્ષે ધો.૧૦ અને ૧રની પરીક્ષામાં કુલ ૧૭,૩૯૬૧૬ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ધો.૧૦માં ૧૦,૮૧,૩૧૬ ધો.૧ર સામાન્ય પ્રવાહમાં પ,૧૪,ર૭૯ તેમજ ધો.૧ર સાયન્સમાં ૧,૩૮,૩૧ર વિદ્યાર્થી હતા. આ વર્ષે ધો.૧૦માં ર૧૦૦ વિદ્યાર્થી વધ્યા છે. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૦૦ અને ધો.૧ર સામાન્ય પ્રવાહમાં ૧૩૧ર વિદ્યાર્થી વધ્યા છે. રાજ્યભરમાં કુલ ૬૧,૬૬૮ કેન્દ્ર પરથી પરીક્ષા લેવાશે.

http://sambhaavnews.com/

You might also like