નોટબંધીને બે વર્ષ : મનમોહનસિંહના મોદી સરકાર પર પ્રહાર, ગણાવ્યો દૂર્ભાગ્યપૂર્ણ નિર્ણય

નોટબંધીની બીજી વર્ષગાંઠ પર નરેન્દ્ર મોદી સરકાર પર ચારેબાજુથી આકરા પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે આજે નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં એકવાર ફરી નોટબંધીના નિર્ણયને દેશ માટે દૂર્ભાગ્યપૂર્ણ બતાવ્યો હતો.

મનમોહનસિંહે કહ્યું 2016માં લેવામાં આવેલા આ નિર્ણયમાંથી દેશવાસીઓ હજી બહાર આવી શક્યા નથી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે નોટબંધીને બે વર્ષ પૂરા થવા પર નરેન્દ્ર મોદી સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાધ્યું હતું.

મનમોહનસિંહે કહ્યું અર્થવ્યવસ્થાની ‘તબાહી’વાળા આ પગલાની અસર હવે સ્પષ્ટ થઇ ગઇ છે જેના કારણે દેશનો દરેક નાગરિક પ્રભાવિત થયો. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે જણાવ્યું કે મોદી સરકારે હવે એવું કોઇ આર્થિક પગલું ન લેવું જોઇએ જેના કારણે દેશની આર્થિકવ્યવસ્થા ડગમગી જાય.

પૂર્વ પીએમએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે 2016માં ક્ષતિગ્રસ્ત તેમજ વિચાર્યા વગર ભરેલું પગલું હતું નોટબંધી. આજે તેને બે વર્ષ પુરા થઇ ગયા.

પૂર્વ પીએમ મનમોહનસિંહે કહ્યું નોટબંધીના કારણે દેશમાં મધ્યમ તેમજ નાના વેપારીઓ હજુ પણ બહાર આવી શક્યા નથી. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર, 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી. જેમાં 500 અને એક હજારની નોટનું ચલણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

You might also like