સ્કાર્ફની અવનવી સ્ટાઈલ અને ફેશન

અેક સ્કાર્ફને ૧૦થી ૧૫ અલગ-અલગ રીતે પહેરી શકાય છે. જી હા, અા વાત ૧૦૦ ટકા સાચી છે. સ્કાર્ફની ફેશન કેટલાય સમયથી બજારમાં અાવી ચૂકી છે. અા ફેશન યુવતીઅોમાં હિટ પણ છે ત્યારે બીજી બાજુ માર્કેટમાં નવી મલ્ટર્પપઝ સ્કાર્ફની ફેશને યુવક- યુવતીઅોમાં ધૂમ મચાવી છે. અા મલ્ટર્પપઝ સ્કાર્ફને બફ,  હેડવેર કે પછી હેડગિયર પણ કહેવાય છે.

બફ કે મલ્ટર્પપઝ સ્કાર્ફ શું છે

સ્કાર્ફ અેટલે યુવતીઅો ટી- શર્ટ, ડેનિમ કે કુરતી પર પહેરાતી અેક્સેસરિઝ છે. અા અેક્સેસરિઝ માત્ર યુવતીઅો નહીં, યુવકો પણ પહેરે છે અને પોતાના ડ્રેસિંગને અલગ સ્ટાઈલ સ્ટેટમેન્ટ અાપે છે. અા સ્કાર્ફ અેક્સેસરિઝમાં અેક નવો ટ્રેન્ડ બજારમાં જાેવા મળ્યો છે. અા સ્કાર્ફને  મલ્ટી ર્પપઝ સ્કાર્ફ, હેડગિયર કે બફ તરીકે અોળખવામાં પણ અાવે છે. મલ્ટી ર્પપઝ સ્કાર્ફને ૧૦થી ૧૫ રીતે પહેરી શકાય છે, જેથી બીજાથી અલગ લૂક અને સ્ટાઇલિશ દેખાઈ શકો છો. અા અેક્સેસરિઝ ફેબ્રિક અને પોલિસ્ટર મટીરિયલમાંથી બનાવવામાં અાવે છે.

મલ્ટર્પપઝ સ્કાર્ફની લંબાઈ ૨૦ ચ હોય છે, જ્યારે પહોળાઈ ૧૦ ચ હોય છે. અા સ્કાર્ફને યુવક અને યુવતીઅો બંને પહેરે છે.

કઈ રીતે પહેરી શકાય

મલ્ટર્પપઝ સ્કાર્ફ ૧૫ જેટલી અલગ- અલગ સ્ટાઈલમાં અને કોઈ પણ અાઉટફિટ સાથે તે બેસ્ટ લૂક અાપે છે. અા અેક બફને યુવક-યુવતીઅો કેપ, ફેસ-માસ્ક, હેરબેન્ડ, રિસ્ટબેન્ડ, હેડ-બેન્ડ, પાઇરેટ, નેક-ગેટોર, નેક-ગિયર, હેલ્મેટ લાઈનર, બેન્ડાના વગેરે સાથે પહેરી શકાય છે. અા સ્કાર્ફને જુદી-જુદી રીતે પહેરવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો પણ મળી રહે છે. અા સ્કાર્ફને ગરદન પર, હાથમાં, માથા પર પણ પહેરી શકાય છે.

ક્યારે ક્યારે પહેરી શકાય છે

શિયાળાની ઋતુ શરૂ થતાંની સાથે સ્વેર્ટસ, શાલ વગેરે કબાટમાંથી કાઢવા પડે છે અને ગરમી અાવતાંની સાથે તેને માળિયામાં ચડાવી દેવાય છે, જ્યારે અા મલ્ટર્પપઝ સ્કાર્ફ ઠંડી અને ગરમી અેમ બંને ઋતુમાં ચાલી જાય છે. અા અેક્સેસરિઝ પહેર્યા બાદ રફ લૂક અાપે છે. કોલેજમાં અભ્યાસ કરતા લોકોમાં અા સ્કાર્ફનો ઉપયોગ સાૈથી વધુ છે. સ્ટાઈલિશ લૂક મેળવવા સાૈથી વધુ માથા પર બેન્ડા તરીકે પહેરવામાં અાવે છે. બીજાે ફાયદો અે કે સ્કાર્ફ બાંધવાથી તમારા વાળ જાે લાંબા હશે તો અે ચહેરા પર અાવશે નહીં અને ચહેરા પર પણ તાપ લાગશે નહીં. અા સ્કાર્ફ દરેક રંગ અને પ્રિન્ટમાં બજારમાં મળે છે.

કોલેજમાં અભ્યાસ કરતો જૈનમ દલાલ કહે છે કે, છેલ્લા અેક મહિનાથી મલ્ટર્પપઝ સ્કાર્ફ હું યુઝ કરંુ છું. ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્પફુલ થાય છે. અેક સ્કાર્ફને અલગ રીતે પહેરી ડ્રેસઅપ થઈ શકાય.   સી.જી. રોડ પર દુકાન ધરાવતા મનીષભાઈ પટેલ કહે છે, થોડા સમય અગાઉ છોકરાઅોમાં ફેસ-માસ્ક બજારમાં વધુ વેચાતા હતા, પણ હવે મલ્ટર્પપઝ સ્કાર્ફ ફેશને ધૂમ મચાવી છે. અા સ્કાર્ફ યુવતી અને યુવક બંને પહેરી શકે છે. અા રૂપિયા ૧૦૦થી ૩૫૦ સુધીની કિંમતમાં મળે છે.

You might also like