હું હિન્દુ છું પણ મને કહેતા ડર લાગી રહ્યો છે : અનુપમ ખેર

નવી દિલ્હી : ગત્ત વર્ષના અંતમાં પોતાની પત્ની કિરણ રાવનાં ડરને વ્યક્ત કરતી બોલિવુડ અભિનેતા આમીર ખાનની અસહિષ્ણુતા અંગેની કોમેન્ટ પર ભારે વિવાદ થયો હતો. આખા દેશનાં નાગરિકોએ આમિર ખાનની આકરી પ્રતિક્રિયાઓ આપી હતી. પરંતુ આ વખતે પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરે દેશની હાલની પરિસ્થિતી અંગે પોતાનાં ડર અંગે ચિંતા વ્યક્ત કરીને કેટલાક લોકોને ચોંકાવી દીધા છે.
એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાકં ખેરે પોતાની ધાર્મિક ઓળખ અંગે લાગી રહેલા ડરની વાત કરી હતી. ઇન્ટરવ્યુમાં તેમને પુછવામાં આવ્યું કે ઘણી બોલિવૂડ હસ્તિઓ પોતાનાં ડર અંગે જણાવતી હોય છે. તમે કેવું અનુભવો છો. આ અંગે અનુપમ ખેરે જણાવ્યું કે તે પોતાનાં વ્યવસાયમાં દરેક વ્યક્તિ ડરેલી છે અને તેમાં તેનો પોતાનો પણ સમાવેશ થાય છે.
જો કે પત્રકારે આ અંગે વિસ્તૃત માહિતી માંગતા અનુપમે કહ્યું કે હું આજે તે વાતથી ડરી રહ્યો છું કે હું એક હિંદુ છું. આજે હું તે કહેતા ડરૂ છું કે હું તિલક લગાવીશ અથવા તો ભગવા વસ્ત્રો પહેરીશ તો મને RSSનો માણસ અથવા તો પછી BJPનો સમર્થક માની લેવામાં આવશે.

You might also like