સુપ્રીમે કહ્યું બોમ્બ વિસ્ફોટ જેવા ગુનામાં સંડોવાયેલા લોકોને જામી નહી : સંબંધો ભુલી જાવ

નવી દિલ્હી : બોમ્બ વિસ્ફોટમાં લોકોનાં જીવ લેનારા પર આકરૂ વલણ અખત્યાર કરતા સુપ્રીમ કોર્ટે મહત્વની ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા ગંભીર આરોપોમાં સંડોવાયેલ લોકોને અને નિર્દોષોનાં જીવ લેનાર વ્યક્તિ માટે સારૂ છે કે તે પોતાનાં પરિવારનો જીવ ભુલી જાય.

આવા લોકોને વચગાળાનાં જામીન અથવા પેરોલ આપી શકાય નહી. સુપ્રીમ કોર્ટે દિલ્હીનાં લાજપતનગરમાં 21 મે, 1996માં થયેલ બોમ્બ વિસ્ફોટમાં સજાયાફ્તા મોહમ્મદ નૌશાદની કામચલાઉ જામીન અરજી ફગાવતા આ ટીપ્પણી કરી હતી.

દોષી નૌશાદે પુત્રીનાં લગ્ન માટે સુપ્રીમમાં જામીન અરજી દાખલ કરી હતી. પુત્રીનાં લગ્નમાં ભાગ લેવા માટે એક મહિના માટે વચગાળાનાં જામીન માંગ્યા હતા. અરજીમાં નૌશાદ દ્વારા કહેવાયું હતું કે તે 14 જુથ 1996થી જેલમાં છે અને તેણે અત્યાર સુધીમાં 20 વર્ષ કરતા પણ વધારે સમય જેલમાં ગાળ્યો છે. 28 ફેબ્રુઆરીએ તેની પુત્રીનાં લગ્ન છે. જેમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવે.

You might also like